
IND vs AUS : સેમિફાઇનલ મેચમાં કયા ખેલાડીનું પત્તું કપાશે? રોહિત શર્માનું વરુણ ચક્રવર્તી અંગે મોટું નિવેદન
IND vs AUS Playing 11 Prediction: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલનો મુકાબલો આજે બપોરે 2.30 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી આ સેમિફાઈનલ પહેલાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપવા ખાસ ચક્રવ્યૂહ ઘડ્યું હોવાનું જણાવ્યું છે. અગાઉ સ્ટેજ ગ્રૂપની ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. ઓસ્ટ્રેલિયા સામે 2023 વર્લ્ડ કપમાં હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયા આ મેચમાં જીત માટે ક્યાંય કસર બાકી રાખવા માગતી નથી.
IND vs AUS ટીમ ઈન્ડિયાએ પાછલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પ્લેઈંગ-11માં ચાર સ્પિનરને રમવાની તક આપી હતી. આ ફોર્મ્યુલા જીત માટે યોગ્ય ઠરી હતી. વરૂણ ચક્રવર્તીએ પાંચ, કુલદીપ યાદવે બે, જ્યારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
IND vs AUS સેમિફાઈનલમાં જીત મેળવવા સચોટ વ્યૂહરચનાની જરૂર
ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ચાર સ્પિનરને મેદાનમાં ઉતારશે કે કેમ તે અંગે જણાવતાં રોહિત શર્માએ કહ્યું કે, અમારે વિચારવુ પડશએ, જો અમે ચાર સ્પિનરને મેદાનમાં ઉતારીશું તો તેમનું સ્થાન કેવુ રહેશે તે નક્કી કરવુ પડશે. અમારે ઓસ્ટ્રેલિયા સામે કેવી રીતે રમવુ તેની વ્યૂહરચના વિશે અમે જાણીએ છીએ.અમને ખબર છે કે, શું કામ કરશે અને શું નહીં. આ અંગે વિચાર કરીશું કે, યોગ્ય સંયોજન શું રહેશે. વરૂણ ચક્રવર્તીએ મેદાનમાં જણાવી દીધું કે, તે શું કરી શકે છે. હવે અમારે વિચારવુ પડશે કે, યોગ્ય કોમ્બિનેશન શું રહેશે. તેેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક જ મેચ રમી અને ઉમદા પર્ફોર્મન્સ આપ્યું. તે જ્યારે ફોર્મમાં હોય છે ત્યારે પાંચ-પાંચ વિકેટ ઝડપી લે છે. અમારે ઓસ્ટ્રેલિયાની ધુઆંધાર બેટિંગને અનુરૂપ બોલર્સની પસંદગી કરવી પડશે.
IND vs AUS વિનિંગ પ્લેઈંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર થશે?
રોહિત શર્મા સળંગ ત્રણ મેચમાં જીત મેળવ્યા બાદ પોતાની વિનિંગ પ્લેઈંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરશે કે કેમ તે તો બપોરે બે વાગ્યે જ ખબર પડશે. સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર ચાર સ્પિનર સાથે ઉતરી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11 ટીમઃ ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, કૂપર કોનોલી, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, સ્પેન્સર જોન્સન અને એડમ ઝમ્પા