કથા મંડપ ખાતે રામ સેવકોની બેઠક મળી : વિનોદ ચાવડા, પી.એમ. જાડેજા માર્ગદર્શન આપ્યું : વિવિધ સમિતિની રચના કરવામાં આવી વેપારી મંડળની બેઠક યોજાઈ
નખત્રાણા : સિંહ ટેકરી ત્રિકમ સાહેબ મંદિરે કથા મંડપ ખાતે આજે ઢળતી સાંજે રામ ભક્તોની બેઠક યોજાઈ હતી. કથાના મુખ્ય યજમાાત અને સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે. સતત ખડે પગે રહીને સ્વયં સેવકો સેવા અપશે. આજે હજારો સ્વયં સેવકોની વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પાણી સમિતિ, વાહન સમિતિ, રાજકિય પ્રોટોકોલ સમિતિ, મેડિકલ, લાઈટ, સંતો-મહંતો, કથાકાર વ્યવસ્થા સમિતિ, મહિલા સમિતિ, શણગાર સમિતિ, મનોરંજન સમિતિ, કાર્યાલય સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, મીડિયા સમિતિ, સેવા વસ્તીકિટ સમિતિ, ફોટોગ્રાફી, સફાઈ, ભોજન વ્યવસ્થા સહિતની વિવિધ સમિતિની વરણી કરવામાં આવી હતી. ધારાસભ્ય પી.એમ. જાડેજાએ કહ્યું કે, દરેક સેવા પોતાની ફરજ સમજી ક્યાંય પણ કચાસ ન રહે તે જાેવા અનુરોધ કર્યો હતો. સંત સરપુદાસજી સફાઈને પ્રધાન્ય આપવા કહ્યું હતું. વેલજીભાઈ આહિરે સમગ્ર કચ્છમાં કથાને લઈને અનેરો ઉત્સાહ જાેવા મળે છે. કથા મંડપ શ્રોતાથી ઉભરાઈ જાાય અને મંડપ પણ ટુંકા પડે તેવો માહોલ સમગ્ર કચ્છમાં કથાને લઈને છે. ચંદનસિંહ રાઠોડએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વસંતભાઈ વાઘેલા, રાજેશ પલણ, નરસિંહ વાઘેલા, વિનેસભાઈ સાધુ, કાનજી કાપડી, ભરત સોની, ભાવેશ આઈયા, જયસુખ પટેલ, ડાયાલાલ સેંઘાણી, જયેન્દ્રસિંહ જાડેજા, હિતેશ ગોસ્વામી, પ્રકાશ ડગરા, નયનાબેન પટેલ, રિદ્ધિબેન વાઘેલા, જાગૃત્તિબેન પલણ, ભાવનાબેન ગોસ્વામી, રંજન દરજી, રસીલાબેન સોની, મંગળાબેન વાઘેલા, મોહન ચાવડા, નૈતિક પાંચાણી, બાબુભાઈ ધનાણી, સુરેન્દ્રસિંહ જાડેજા, જીતુભા જાડેજા, હરિસિંહ રાઠોડ, પરસોત્તમ વાસાણી, દિનેશ રૂડાણી, હિતેશ બારૂ, ચેતન કતીરા, ભરત સોમજિયાણી, ખેંગાર રબારી, વેલા કમા રબારી, કરણાભાઈ રબારી, લક્ષ્મણસિંહ સોઢા, ભરતભાઈ વાઘેલા, નારાણ દાફડા, ઘનશ્યામ ગરવા, મયૂર વાઘેલા, હિરેન ભટ્ટ, સુરેશ પટેલ, બાબુભાઈ ચાવડા, પ્રેમજીભાઈ, લાલજીભાઈ, પરસોત્તમભાઈ દાફડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ચંદનસિંહ રાઠોડે કર્યું હતું. બીજી તરફ વેપારી મંડળ હોલ ખાતે ચેમ્બર્સ ઓફ કોર્મસ, વેપારી મંડળ, ગરબી મંડળો દરેક સમાજના આગેવાાનો મીટિંગમાં વિનોદ ચાવડાના હાથે તમામને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી
કથા નિમિત્તે દૈનિક ૧૧૦૦ મણ ગાયોને નિરણ અપાશે
રામકથામાં દરરોજ ૩૦થી ૪૦ હજાર લોકોને મહાપ્રસાદ અપાશે, પરંતુ આસ-પાસના ગામોની દરેક ગાય માતાને ૧૧૦૦ મણ લીલાચારાનું નિરણ કરવામાં આપ્વશે. પંખીને ચણ, કૂતરાને રોટલા સહિતની જીવદયા પ્રવૃત્તિ પણ થશ તેવી માહિતી બેઠકમાં સંસદ વિનોદ ચાવડા આપી હતી તો નિરાધારો, ગરીબને રાશનકિટ પણ આપવામાં આવશે.
કથામાં નર-નારી સાથે નાનેતર જાતિપણ સેવા આપશે
કથા દરમિયાન વિવિધ સમિતિમાં નર-નારી કથામાં નાનેતર જાતિ (કિન્નરો) પણ તેમની સમાજ સેવા આપી આહૂતિ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુ કિન્નર સમાજ માટે રામાયણ કથા આપી ચૂક્યા છે. આ કથાને લઈને અઢારે આલમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. રામ સેતુમાં ખીસકોલી જે ચપટી ધુળ આપીને પોતાની સેવા આપી હતી તેવી આ ભગીરથ રામકથાના કાર્યમાં કિન્નરો પણ આહૂતિ આપશે. બીજું કથામાં વિકલાંગ, વૃદ્ધો તથા શ્રવણ કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.