સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે.
ત્યારે રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ સુરેન્દ્રનગર જિલ્લામા સામે આવ્યા છે. ખાસ કરી એક વર્ષના સમય ગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરોએ હડફેટે લેતા ચાર લોકોના મોત નિપજ્યા છે.
…ત્યારે તાજેતરમાં જ તે લીંબડીના નાના ટીમલા ગામે રખડતા ઢોરે સાત વર્ષના બાળકને હડફેટે લેતા તેનું પણ મોત નિપજ્યું હતુ. ત્યારે જિલ્લામાં સતત રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ જ મામલે સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે રખડતા ઢોરો છે, તેમને પાંજરે પુરવા માટે આજથી પાલિકા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રખડતા ઢોરોને પાંજરે પૂરી અને તેમને યોગ્ય સ્થાને મૂકી અને તેમની તમામ પ્રકારની રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ આજથી પાલિકા તંત્રએ હાથ ધર્યો છે. આ મામલે પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ કામે પણ લાગ્યો છે. અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોના પગલે કોઈ અણબનાવ ન બને તેવા પ્રયાસો પણ હાથ ધર્યા હતા.