અમદાવાદમાં ગઈકાલે દંપત્તિને ટક્કર મારી બીએમડબલ્યુ ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. ત્યારે સત્યમની ક્રાઈમ કુંડળી પણ સામે આવી છે. ત્યાર બાદ પોલીસે સત્યમ શર્માની શોધખોળ હાથ ધરી છે. જો કે હજુ પોલીસ પહોંચથી દૂર છે. ત્યારે તેની સામે અન્ય 4 જેટલા ગુના નોંધાયાની વિગતો સામે આવી છે.
પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે આરોપી સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી સામે આવી છે. સત્યમ સામે કુલ 4 ગુના સામે આવ્યા છે. અગાઉ મારામારી સહીતના ગુનાઓ દાખલ થઈ ચૂકયા છે. 16 ડીસેમ્બરના રોજ મારામારીનો ગુનો દાખલ થયો હતો. પાન પાર્લરમાં મારા મારી અને તોડ ફોડ કરી હતી. આ ઉપરાંત પ્રોહિબિશન સહીતના ગુના પણ નોંધાયા છે. આ પ્રકારે અન્ય ગુનાઓ સામે આવતા આ માલમે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં સિમ્સથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તે BMW કાર ચાલકે દંપત્તિને ટક્કર મારી હતી. કાર ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, નશામાં હોવાની આશંકા કારમાંથી દારુ મળી આવતા લગાવવામાં આવી હતી. કાર ચાલક સામે હિટ એન્ડ રન તેમજ દારુના મામલે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીએમડબલ્યુ કાર ચાલકે દંપત્તિને અડફેટે લીધા હતા જેમને તત્કાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે દંપત્તિની પણ હાલત ગંભીર હતી.