સરકારી હોસ્‍પિટલમાં દાખલ થવા માટે મારૂં મન માનતું નહોતું અને એક સમયે દાખલ થવાની ના પાડી દીધી હતી અને આખુમાંથી આંસુ નીકળવા લાગ્‍યા હતા

સરકારી હોસ્‍પિટલમાં દાખલ થવા માટે મારૂં મન માનતું નહોતું અને એક સમયે દાખલ થવાની ના પાડી દીધી હતી અને આખુમાંથી આંસુ નીકળવા લાગ્‍યા હતા પરંતુ સરકારી હોસ્‍પિટલમાં દાખલ થયા બાદ પ્રાઇવેટ હોસ્‍પિટલમાં સારવાર મળે તેના કરતા પણ વધુ સારી સારવાર મને અહીં મળી છે – મહેન્‍દ્રસિંહ વાઘેલા

લુણાવાડા: કોરોનાના પ્રથમ દર્દીથી જ માઇક્રો પ્‍લાનીંગ સાથે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતેની કોટેજ જનરલ હોસ્‍પિટલ ખાતે કોવિડ-૧૯ હોસ્‍પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં શ્રેષ્‍ઠ સારવારનો કોરોના દર્દીઓએ દર્શાવેલો ભરોસો સમર્પિત ભાવે સેવારત આરોગ્‍ય કર્મીઓને કાબિલેદાદ સેવાની સાક્ષી પૂરી રહ્યો છે.
આવી જ કંઇક વાત છે. લુણાવાડાની કોટેજ જનરલ હોસ્‍પિટલ ખાતે કોવિડ-૧૯ની સારવાર લઇ રહેલા એવા વ્‍યવસાયે શિક્ષક શ્રી વાઘેલા મહેન્‍દ્રસિંહ દીપસિંહની.
કોટેજ જનરલ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહેલા શ્રી વાઘેલા મહેનદ્રસિંહ કહી રહ્યા છે કે, મને તા. ૭/૧/૨૦૨૧ રોજ કોરોનાનો ટેસ્‍ટ કરાવતા પોઝીટીવ આવ્‍યો હતો. મારો ટેસ્‍ટ પોઝીટીવ આવતાં હું અને મારો સાળો લુણાવાડા સરકારી દવાખાનામાં આવવાનું થયું અને ડૉ. જીગરભાઇએ મને દાખલ થવાની સલાહ આપી. આ સમયે હું સ્‍તબ્‍ધ થઇ ગયો અને સરકારી હોસ્‍પિટલમાં દાખલ થવા મેં એક સમય માટે ના પાડી અને મારી આખુમાંથી આંસુ નીકળવા લાગ્‍યા. મને એક સમયે સરકારી હોસ્‍પિટલમાં દાખલ થવું એ લોકોની વાતોથી મારૂં મન માનતું ન હતું. પરંતુ મન મકકમ રાખીને મેં નિર્ણય કર્યો કે હવે દાખલ થવું પડશે. અને પછી દાખલ થયો.
દાખલ થયા બાદ મારી સારવાર ચાલુ કરવામાં આવી. શરૂઆતમાં મને થોડું નવું નવું લાગવા માંડયું. પરંતુ ખરેખર લુણાવાડા જનરલ હોસ્‍પિટલમાં કામ કરતા ડૉકટરશ્રી અને સ્‍ટાફ નર્સીંગ ખૂબ જ જે પ્રાઇવેટ હોસ્‍પિટલમાં સારવાર આપી શકે તેના કરતાં પણ વધુ સારવાર આ હોસ્‍પિટલમાં આપવામાં આવી છે જે ખરેખર ખૂબ જ પ્રશંસાપાત્ર અને સરકારશ્રીના ઉચ્‍ચ હેતુસરની આપવામાં આવે છે એવી સારવાર આપવામાં આવી.
તેઓ કહે છે કે, જનરલ હોસ્‍પિટલ, લુણાવાડામાં કોવિડ-૧૯માં જે સ્‍ટાફ અને ડૉકટરશ્રીઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે તે ખૂબ સરાહનીય અને પ્રશંસાપાત્ર છે. ખરેખર ભગવાન તો મેં જોયા નથી, પરંતુ જે સ્‍ટાફ દ્વારા કોરોના વોરિયર્સમાં હું છેલ્‍લા પાંચ દિવસથી તમારામાં ભગવાનનું સ્‍વરૂપ જોવા મળેલ છે. આવી જ લોકોની સેવા કરી ભગવાનના ઘરમાં પૂણ્‍ય જમા થશે એવી લાગણી સાથે તમામ સ્‍ટાફનો ખૂબખૂબ આભાર અને હું આખી જિંદગી ઋણી રહીશ તેવો તેમણે લેખિત પત્ર પાઠવ્‍યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *