ગુજરાતમાં હડકંપ: આજના મોતના આંકડાથી લાગશે ઝટકો, સૌથી વધુ 4021 કેસ નોંધાયા

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે આજની કુલ મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4655 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 182 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 20473 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *