Saurashtra : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવાની સાથે અનેક ડેમ ઓવરફ્લો પણ થયા છે. જુનાગઢ જિલ્લાનો મધુપરી ડેમ છલકાતાં મેંદરડા અને વંથળીના 10 જેટલા ગામોમાં એલર્ટ અપાયું છે. આ ઉપરાંત, રાજુલાનો ધાતરવાડી, બરવાળાનો ખાંભડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. રાજકોટના મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, ન્યારી-2, સોડવદર, સુરવો, ભાદર ડેમ ઓવર ફ્લો થયા છે. મોરબી જિલ્લામાં મચ્છુ-3 અને જામનગરમાં ફુલઝર-1, સપડા, કંકાવટી, ઉંડ, અને ઉમીયા સાગર ડેમ ઓવર ફ્લો થયા છે.
Saurashtra : સુરેન્દ્રનગરમાં ત્રિવેણી કાંઠા અને અમરેલીનો સાકરોલી ડેમ પણ ઓવર ફ્લો થયો છે. ઉકાઈ ડેમમાં 17 હજાર 178 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 600 ક્યુસેક પાણીની જાવક છે. ડેમની સપાટી હાલમાં 310 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
Saurashtra : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ક્રમશ: વધારો નોંધાઈ રહ્યો છે. આજે સવારે ડેમની જળ સપાટી 124.36 મીટરે નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 15 હજાર 757 ક્યુસેક નોંધાઈ છે. જયારે રીવરબેડ પાવરહાઉસમાંથી 10 હજાર 400 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી જાવક 5 હજાર 135 ક્યુસેક નોંધાઈ છે.