HC: ગુજરાત હાઈકોર્ટની IT કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી IT સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લૉન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે તેમજ અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે.
e-RTI પોર્ટલ લોન્ચ કરાયું
HC: ગુજરાત હાઈકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ, IT કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી રાજ્યની તમામ હાઈકોર્ટમાં e-RTI પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે અને અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે. આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈમેઈલ અને મેસેજ મારફતે આપવામાં આવશે.
આ માટે અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર RTI પોર્ટલ પર પોતાના ઇ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદાર ઓનલાઈન RTI કરી શક્શે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી માટે નિયત કરેલો ચાર્ચ ઓનલાઈન ચૂકવવાનો રહેશે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે
અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જેમા અરજદારે પોતાનું એક આઈડી પ્રુફ તેમજ 1MBની સાઈઝમાં અપલોડ કરવાનું રહેશે. આ અરજી ફાઈલ થયા બાદ એક રેફરન્સ નંબર મળશે જે અરજદારે સાચવીને રાખવો પડશે. ઓનલાઈન અરજીમાં BPL કાર્ડધારકોએ તેની સર્ટિફાઇડ કે ટ્રુ કોપી અથવા ઓથોરિટીએ આપેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અરજી કર્યા બાદ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર દ્વારા તેનો જવાબ ઓનલાઈન જ આપશે. આ જવાબના 30 દિવસની અંદર જ અપીલ પણ થઈ શક્શે. જેનો અપીલ નંબર પણ મળશે.