ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

        મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના ૧૦ આરોપીની ધરપકડ કરી હોય અને ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી જે અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટ તા. ૦૭ ના રોજ હુકમ સંભળાવશે

        મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના બાદ અંદાજે ૩ માસ જેટલો સમય ફરાર રહ્યા બાદ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું હતું જેથી કોર્ટના આદેશથી જેલમાં મોકલ્યા બાદ તપાસ ચલાવતા અધિકારીની અરજીને પગલે આરોપીનો કબજો પોલીસને સોપ્યો હતો અને રિમાન્ડ મેળવ્યા બાદ ફરી જયસુખ પટેલને જેલહવાલે કરવામાં આવ્યા હતા ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી

        જે અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી ધારદાર દલીલો રજુ કરી હતી બચાવ પક્ષે બેન્કના કામ અને હાઈકોર્ટના પીડિતોને સહાય ચૂકવવાના આદેશનો હવાલો આપી વચગાળાના જામીન આપવા દલીલો રજુ કરી હતી જયારે સરકારી વકીલે સામે દલીલો રજુ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા ત એમજ એક માસથી જેલમાં બંધ છે છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી આમ બંને પક્ષે પોતપોતાની દલીલો રજુ કરી હતી જેને કોર્ટે સાંભળી હતી અને હવે વચગાળાના જામીન અરજી અંગે તા. ૦૭ માર્ચના રોજ કોર્ટ દ્વારા હુકમ સંભળાવવામાં આવશે 

બચાવ પક્ષની વચગાળાની જામીન અરજીમાં દલીલો તર્ક સંગત નથી : સરકારી વકીલ

        જે સુનાવણી બાદ સ્પેશ્યલ પીપી સંજયભાઈ વોરાએ મીડિયાને જણાવ્યું હતું કે બચાવ પક્ષે દલીલ કરી છે કે હાઈકોર્ટના આદેશ પ્રમાણે મૃતક અને ઈજાગ્રસ્ત પરિવારોને સહાય ચુકવવાની હોય જેથી વચગાળાના ૧૫-૨૦ દિવસના જામીન આપવા દલીલ કરી હતી જોકે હાઈકોર્ટે ઓર્ડર કર્યો નથી બચાવ પક્ષે સામેથી હાઈકોર્ટમાં ૫ લાખ વળતર દેવા તૈયારી દર્શાવી હતી જેથી નાણાકીય વ્યવસ્થા હોય તો જ આવી ઓફર કરી હોય તે સ્વાભાવિક છે તેમજ પૈસા ચૂકવવાનો ઓર્ડર જયસુખ પટેલને નહિ ઓરેવા કંપનીને કર્યો છે કારણકે ઓરેવા કંપની સાથે કરાર થયો હતો સરકારી વકીલે કોર્ટમાં આરોપી ૩ માસથી નાસ્તા ફરતા હોય અને ૧ માસથી જેલમાં બંધ હોય તો પણ કંપની ચાલુ છે તેવી દલીલો કરી હતી અને મૃતક પરિવારને વળતર મળે તેમાં સરકારી વકીલ પણ રાજી છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *