GUNERI LAKHPAT SCHOOL : લખપતગુનેરીમાં ચાર કરોડના ખર્ચે બનેલી શાળા 4 મહિનાથી લોકાર્પણ નહીં, સ્થાનિકોએ જણાવ્યુકે 8-10 દિવસ રાહ જોયા બાદ જાતે ઉદ્ઘાટન કરી લેશું

GUNERI LAKHPAT SCHOOL : લખપતગુનેરીમાં ચાર કરોડના ખર્ચે બનેલી શાળા 4 મહિનાથી લોકાર્પણ નહીં, સ્થાનિકોએ જણાવ્યુકે 8-10 દિવસ રાહ જોયા બાદ જાતે ઉદ્ઘાટન કરી લેશું

GUNERI LAKHPAT SCHOOL
GUNERI LAKHPAT SCHOOL

GUNERI LAKHPAT SCHOOL : લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું મકાન ચાર માસ અગાઉ બની ગયા બાદ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં ન આવતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે.

GUNERI LAKHPAT SCHOOL : ગામમાં વર્ષ 2017 માં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના રૂમમાં અભ્યાસ કરતા હોવાથી હાઈસ્કૂલનું મકાન બને તે માટે અનેક વખતની રજૂઆતો બાદ આખરે જમીન તેમજ ગ્રાન્ટ મંજૂર થયા બાદ હાઈસ્કૂલના બાંધકામ માટે ત્રણ ત્રણ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આખરે વર્ષ 2023ના માર્ચ મહિનામાં અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

GUNERI LAKHPAT SCHOOL : હાલમાં અહીંની પ્રાથમિક શાળાના છ રૂમ પૈકી બે રૂમમાં ધોરણ નવ અને દસના 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળાના રૂમમાં ચાલી રહેલા માધ્યમિકના શિક્ષણ કાર્યને લઇ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવી ઈમારતનું ક્યારે લોકાર્પણ કરાશે તેવો વેધક સવાલ સ્થાનિક લોકો સાથે વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે.

આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે લોકાર્પણ કરવા માટે મૌખિક રજૂઆતની સાથે સંકલનમાં પણ લેખિત રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં નહિ આવે તો આગામી 8-10 દિવસમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ તેમજ ગ્રામજનો સાથે મળીને હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કરી નાખશું તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *