રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 143 કેસ નોંધાયા છે. બીજી તરફ 51 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 143 કેસ નોંધાયા છે. બીજી તરફ 51 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,405 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,719 રસીના ડોઝ અપાયા હતા.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
અમદાવાદમાં 83 કેસ, વડોદરા શહેરમાં 14 કેસ, ગાંધીનગરમાં 10 નવા કેસ, સુરત શહેરમાં 9 કેસ, રાજકોટ શહેરમાં 8 અને જામનગર શહેરમાં 3 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે.
રાજ્યમાં કુલ 608 એક્ટિવ કેસ છે. કોઇ પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,405 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે ગાંધીનગર કોર્પોરેશનમાં એક નાગરિકનું કોરોનાને કારણે મોત થયું હતું.