Gujarat Rain: હવામાન વિભાગ એ સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની કરી આગાહી

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર,જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. ગુજરાત રિજીયનના સૌરાષ્ટ્ર અને કચ્છમા એક દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 15, 16 અને 17 તારીખે ભારે વરસાદ અને 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં કેટલા જળશયો 100 ટકા ભરાયા ?

રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘમહેર થતા અનેક જળાશયોમાં નવા નીર આવતા પાણીના જથ્થાના સંગ્રહમાં વધારો થયો છે. રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ સિવાય ગુજરાતના 31 જળાશયો 100 ટકા છલકાયાં છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ- જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા પાણીનો જથ્થો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યમાં 31 જળાશયો 100 ટકા છલકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *