ગુજરાતમાં (Gujarat) ચારેકોર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા તો મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ (Gujarat) ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
Gujarat : ગુજરાતમાં ચારેકોર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા તો મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Gujarat : વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે. જેના કારણે વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપી નગરપાલિકાની 14થી વધુ ટીમો પાણી નિકાલના કામે લાગી છે. ભારે વરસાદને લઈને જિલ્લામાં 10 રસ્તાઓ બંધ કરાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા
જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને પગેલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવો ઘાટ ઘડાયો છે. આવો જાણીએ બપોરે 12 કલાક સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ આંકડા છેલ્લા છ કલાકના છે
વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા
વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.
સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ
Gujarat : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.