રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાં..
વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રી..
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી ભાંગેલી કોંગ્રેસ હવે પગભર થવાના પ્રયાસ કરી રહી છે ત્યારે રાજસ્થાનના કેબિનેટ મંત્રીએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી હોદેદારો સાથે મિટિંગ યોજી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
વિધાનસભાની ચૂંટણી ટાણેજ વિવિધ રાજકીય પક્ષો નો ધમધમાટ શરૂ થયો છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજીએ ભરૂચ જિલ્લામાં ધામા નાખ્યા છે અને ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કોંગ્રેસીઓ સાથે સંવાદ યોજ્યા છે.
જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાની હેઠળ બેઠક મળી હતી જેમાં કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજીએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે ગુજરાતનું શિક્ષણ પડી ભાંગ્યું છે અને તેને ઉભું કરવું હશે તો કોંગ્રેસને સત્તા ઉપર લાવવી પડશે અને કોંગ્રેસ સત્તા પર કેવી રીતે આવે છે તે અંગેના તમામ પાસાઓ ઉપર ચકાસવામાં આવી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી હોદેદારો સાથે મીટીંગ કરવા સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો ઉપર બહુમતી માંથી જીત મેળવવા માટેનો હુંકાર કર્યો છે.