ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 : રાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપને લાગ્યો મોટો આંચકો 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજે રાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપને એક મોટો આંચકો લાગ્યો છે. આજે બોરસદ નગરપાલિકામાં ભાજપની કારમી હાર થઇ હતી. બોરસદની નગરપાલિકાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થતા સત્તા ભાજપે સત્તા ગુમાવી હતી. બોરસદ નગરપાલિકામાં ભાજપ પાસે 20 સભ્યો હતા તેમ છતાંપણ પાલિકામાં હાર થઇ હતી. જિલ્લા સંગઠન દ્વારા ભાજપને વહીપ આપવામાં આવ્યું હતું જેથી વહીપના અનાદરને કારણે શિસ્ત ભાગના પગલાં લેવામાં આવ્યા હતા અને ભાજપના જ 14 સભ્યોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને અપક્ષના 16 જેટલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા 16 સભ્યોને સાથે રાખીને ગઈકાલે પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજિત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી આને કારણે ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ નગરપાલિકાની ધુરા અત્યાર સુધી ભાજપ સાંભળી રહ્યું હતું. બોરસદ નગરપાલિકામાં ભાજપના 20, અપક્ષના 9 અને કોંગ્રેસના 6 સભ્યો હતા.  હાલ ચર્ચા ચાલી રહી છે કે ભાજપના જ 12 સભ્યોની મીલીભગતને કારણે દરખાસ્ત લાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *