ગુજરાત ઈલેક્શન 2022 : આપના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયાથી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 18 દિવસ જેટલું છેટું છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન યોજાશે. આ માટે ઉમેદવારો તેમના મતવિસ્તારમાં આવતીકાલે ફોર્મ ભરશે. વિધાનસભાની ચૂંટણી લાડવા માટે ઉમેદવારો માટે  ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે.આ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આવતીકાલે પોતાના સમર્થકો સાથે ચૂંટણી ફોર્મ ભરશે. આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયાથી ચૂંટણી લડશે. 

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ચૂંટણી માટે ટીકીટોને લઈને રાજકીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ તેમના 178 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટી આજે ઈસુદાન ગઢવી સહીત બાકી રહેલા 4 ઉમેદવારોના નામની જાહેરાત કરશે. ગુજરાતમાં આ વર્ષે આમ આદમી પાર્ટી 182 વિધાનસભાસીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આપના આગમનથી ત્રિપાંખીયો જંગ જામશે.

આમ આદમી પાર્ટી ધડાધડ એક પછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરતી રહી છે. આમ આદમી પાર્ટીએ તેમની 15મી યાદી ગઈકાલે જહેરાત કરી હતી જેમાં બે બેઠક પર નવા ઉમેદવાર જાહેર કર્યા હતા. ગઈકાલે પ્રસિદ્ધ કરાયેલા નામની યાદીમાં એક બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા સિદ્ધપુર, માતર અને ઉધના બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ સિદ્ધપુર બેઠક પર મહેન્દ્ર રાજપૂતને ટીકીટ આપી છે જયારે માતર બેઠક પર મહિપતસિંહ ચૌહાણની ટીકીટ કાપીને કેસરીસિંહને ટીકીટ આપી હતી જો કે કેસરીસિંહે પાર્ટી છોડી દેતા આ બેઠક પર લાલજી પરરમારને ટીકીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉધના બેઠક પરથી મહેન્દ્ર પાટીલને ટીકીટ આપવમાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *