વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકલ્પ પત્ર જાહેર થયા બાદ પ્રથમ વખત સભા યોજી હતી. આદિવાસી વિસ્તારમાં સભા તેમને યોજી હતી અને તેમણે સભા દરમિયા લોકોને પર્સનલ કામ કરવા માટે કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારું એક પર્સનલ કામ છે તમે કરશો. આ કોઈ ભાજપનું કે કોઈ પક્ષ માટે નથી મારું પર્સનલ કામ છે તમે કરશો એમ ભાર દઈને કહ્યું હતું. સાથે કયું કામ છે તે વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તમે બધા ઘરે ઘરે જવાના છો. બધા વડીલોને મળજો. હાથ જોડીને કહેજો આપણા નરેન્દ્ર ભાઈ નેત્રંગ આવ્યા હતા.
આદિવાસી ભાઈઓ અને બહેનોની તાકાત મળે છે અને આ તાકાતથી હું દોડ્યા જ કરું છું. બધા ઘરે જઈને મારા વતી કહેજો કે, આપણા નરેન્દ્રભાઈએ હાથ જોડીને પ્રણામ પાઠવ્યા છે. આમ નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા અંતમાં આ વાત કહી હતી કે, તેઓ અચૂકથી મતદાન કરે.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે પરંતુ જે સિનિયર સિટીઝન છે તેઓ આવી શકતા નથી. ખાસ કરીને 80 વર્ષથી વધુ વયના સભામાં આવી શકતા નથી. ત્યારે મોટી સંખ્યામાં આ મતદારો પણ ગુજરાતમાં છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે, મતદાન તેઓ કરે તેવું ચોક્કસથી કહેજો તેવું તેમને કહ્યું હતું ત્યારે સિનિયર સિટીઝનને પણ તેમણે પ્રચાર થકી આ મેસેજ પહોંચાડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વખતે પણ ગુજરતામાં આવ્યા હતા ત્યારે ગુજરાતની અંદર તેમણે તેમની 6 જેટલી સભાઓમાં પણ આ પ્રકારે સિનિયર સિટીઝન માટે આ મેસેજ આપ્યો હતો અને તેઓ મતદાન પ્રક્રીયામાં ભાગ લે તે પણ સંદેશો પહોંચાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વખતે ચૂંટણીની અંદર સિનિયર સિટીઝન મોટી સંખ્યામાં ઘરે બેઠા મતદાન કરી શકે તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે વ્યવસ્થા કરી છે.