કેન્દ્ર સરકારનો પડછાયો બનીને ગુજરાત સરકારે પણ વિધાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો અને બોર્ડની પરીક્ષા રદ્દ કરી છે.CBSE બાદ હવે ગુજરાત સરકારે યુ ટર્ન માર્યો જોકે ગુજરાત સરકારને યુ ટર્ન મારવાની કોઈ નવાઇ નથી.કેમ કે ઘણા ઉતાવળે લીધેલા નિર્ણયમાં સરકાર યુ ટર્ન મારે જ છે.ગુજરાત બોર્ડ દ્વારા ગઈ કાલે 5 વાગે ધોરણ 12 અને ધોરણ 10 રિપીટરોની પરીક્ષાની તારીખ જાહેર કરી કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. અને થોડા કલાક બાદ પી.એમ.મોદીની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકના CBSE ધોરણ 12 ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી અને આ નિર્ણય બાદ ગુજરાત સરકાર પણ અસમજસની સ્થતિમાં મુકાઈ ગઈ હતી કે પરીક્ષા લેવી કે કેમ.ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાત બોર્ડ દ્વારા પણ લેવામાં આવતી પરીક્ષા રદ્દ કરવામાં આવે છે.ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી,તેમજ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.
કેબીનેટ બેઠકમા વિધ્યાર્થિઓના હીતમા ગુજરાત બોર્ડની પરીક્ષા કરી રદ
આજે મળેલી કેબિનેટ બેઠકમાં હાલની કોરોનાની પરિસ્થતિને જોતા હવે ગુજરાત બોર્ડ દવારા પણ પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.ત્યારે સવાલ એ પણ છે કે શું GPSC દ્વારા પરીક્ષા યોજવાની તૈયારીઓ થઈ રહી છે તો શું તે પરીક્ષા યોજાશે કે એમ પણ સરકાર યુ ટર્ન મારશે..? હાલ તો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 અને ધોરણ 10 રિપટરોની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.
