GUJARAT / આજે ગુજ‘રાત’ માં ગરમીનો રાજ અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર

GUJARAT / અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર, સવારથી જ પરસેવો છોડાવતી ગરમી, 1 કલાકમાં 3 ડિગ્રી વધી, સૂર્યાસ્ત બાદ ગરમ પવન અકળાવશે

GUJARAT / ગુજરાતના હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ મે મહિનાના છેલ્લા સપ્તાહમા અંગ દઝાડતી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે હાલમાં ગુજરાત રાજ્ય અગનભઠ્ઠી બન્યું છે અને ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આથી અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું છે. આજે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી રહી છે. સવારના 10થી 11 વાગ્યા સુધીમાં એટલે કે એક કલાકમાં જ 3 ડિગ્રી તાપમાન વધી ગયું છે. જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી દઝાડતી ગરમી અકળાવશે.

GUJARAT / અમદાવાદ દેશનું 8માં નંબરનું ગરમ શહેર

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 23 મે ગુરુવારના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચતાં 131 વર્ષોમાં પાંચમું અને ગુરુવારે રાજ્યનું પ્રથમ ક્રમનું તેમજ દેશનું આઠમા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 20 મે 2016ના રોજ ઓલ ટાઇમ રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન નોંધાયું હતું. એ પહેલાં 1955માં 46.6 ડિગ્રી, 1970માં 47.5 ડિગ્રી તથા 2010માં 46.8 ડિગ્રી નોંધાઈ હતી. એ પછી 23 મે 2024ના રોજ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે.

GUJARAT / આજે પણ અમદાવાદમાં 46 ડિગ્રી પાર તાપમાન જશે

જ્યારે આજે પણ આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું એટલે કે, દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ રાત્રિ તાપમાન ઓછું થતા ગરમીથી થોડા અંશે રાહત મળી હતી. પરંતુ રાત્રિ દરમિયાન ગરમ પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અહેસાસ થઈ શક્યો નહોતો.

GUJARAT / અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતનાં બે શહેરોમાં એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસ્કમ્ફર્ટનો અનુભવ રહેશે.

GUJARAT / જે 7 વાગ્યે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ એટલે કે 8 વાગ્યાથી જ મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ 10 વાગ્યે 35 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. ત્યારબાદ ફક્ત એક જ કલાકમાં એટલે કે 11 વાગ્યે 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધીને 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમાં સતત વધારો થઈને બપોરે 1 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થશે. તેમાં દર એક કલાકે 1-1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને સાંજે 4 વાગ્યે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી પાર પહોંચી જશે. જે સાંજે 6 વાગ્યા સુધી યથાવત્ રહેશે એટલે કે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન નોંધાશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે.

GUJARAT / રાતે 10 વાગ્યે પણ 40 ડિગ્રી તાપમાન રહેશે

આ સાથે જ પવનની ગતિ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી રહેશે. સાંજે સૂર્યાસ્ત બાદ અમદાવાદ શહેરમાં 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આ ગરમ પવનોમાં બહાર ન નીકળવાનું ટાળશો તો બીમાર થતા બચી જશો. કારણ કે સૂર્યાસ્ત બાદના ગરમ પવનો તમારી ચામડી દઝાડી શકે છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ તેમાં ઘટાડો થઈને રાત્રે 11 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ થશે.

GUJARAT / 3 વર્ષમાં 84 હજાર વૃક્ષોનું છેદન

રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા જવાબ મુજબ રાજ્યનાં જંગલોમાંથી વર્ષ 2020-21થી 2022-23 સુધીમાં 84 હજારથી વધુ વૃક્ષો કાપવામાં આવ્યાં છે. જેમાંથી સરકારને 39.77 કરોડ રૂપિયાની આવક થઈ છે.

GUJARAT / ગુજરાતમાં હીટ સ્ટ્રોકથી બે દિવસમાં 15નાં મોત

છેલ્લા 15 દિવસથી એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થયેલી હીટવેવને કારણે ગરમીએ માઝા મૂકી છે. રાજસ્થાનનું બાડમેર 48.8 ડિગ્રી ગરમી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. ગુરુવારે ગુજરાત સહિત 16 રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઊંચો નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે દેશભરમાં હજુ 5 દિવસ આકરી ગરમીનો માર યથાવત્ રહેશે એવી આગાહી કરી છે. છેલ્લા બે દિવસમાં જ ગુજરાતમાં હીટ સ્ટ્રોકથી 15 લોકોનાં મોત થયાં છે. વધતી ગરમી સાથે પાણીની અછતનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા પ્રમાણે દેશના 150 મોટાં જળાશયોમાં પાણીની સપાટી છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ ઘટી છે.

GUJARAT / બે દિવસમાં હીટ સ્ટ્રોક, ગરમી સંબંધિત બીમારીના 314 કેસ

બે દિવસથી 45 ડિગ્રીથી વધુ ગરમીને કારણે લોકો હીટ સ્ટ્રોક તેમજ ગરમીને લગતી બીમારીનો ભોગ બન્યા છે. સોલા સિવિલમાં 5 લોકોને દાખલ કરાયા હતા. જ્યારે સિવિલમાં અનેક દર્દીને લૂ લાગવાથી લવાયા હતા. બે દિવસમાં હીટ સ્ટ્રોક સહિતની બીમારીની 314 ફરિયાદ મળી છે. સતત 8 દિવસથી 43 ડિગ્રીથી વધુ ગરમી, ગત વર્ષના મેની સરખામણીએ હીટવેવના દિવસમાં 28% વધારો થયો છે. ગત વર્ષ 2023ના મે મહિનામાં 22.58 ટકા દિવસ 42થી 43 ડિગ્રીથી વધુ તાપમાન હતું, આ વખતે 23 દિવસમાં 50.58 ટકા દિવસ હીટવેવ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *