એઆઈ બાર્ડની 1 ભૂલને કારણે ગૂગલને 8 લાખ કરોડનું નુકશાન

ટેક્નોલોજીની દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલને તેના હજુ લોન્ચ પણ નહીં થયેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ બાર્ડની એક ભૂલે 8 લાખ કરોડમાં રોવડાવી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે માઈક્રોસોફ્ટ દ્વારા સમર્થિત ચેટબોટ ચેટજીટીપી સામે ગૂગલે ઉતાવળે એઆઈ ટૂલ બાર્ડનો ડેમો રજૂ કર્યો હતો, જેમાં બાર્ડે જવાબ આપવામાં ભૂલ કરતાં ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ માટે પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સ્થિતિ સર્જાઈ છે. બાર્ડની આ ભૂલના કારણે આલ્ફાબેટનો શૅર 8 ટકા જેટલો તૂટયો હતો. પરીણામે કંપનીની માર્કેટ કેપ 1.35 લાખ કરોડથી 100 અબજ ડોલર ઘટીને 1.27 ટ્રિલિયન ડોલર રહી ગઈ છે.

ટેક્નોલોજીની દુનિયાની બે ટોચની કંપનીઓ માઈક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે તિવ્ર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. સર્ચ એન્જિનમાં વર્ષો સુધી ટોચનું સ્થાન ધરાવનાર ગૂગલને માઈક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કંપની ઓપનઆઈ કંપની દ્વારા બનાવાયેલા ચેટબોટ ટૂલ ચેટજીપીટી મારફત પડકાર ફેંક્યો છે. ચેટજીપીટીને ટક્કર આપવા માટે ગૂગલે પણ તેનું એઆઈ આધારિત ચેટબોટ બાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. ગૂગલનું આ ચેટબોટ લામ્ડા (એલએએમડીએ) પર આધારિત છે. કંપનીએ સોશિયલ મીડિયા પર બાર્ડનો પ્રમોશનલ વીડિયો બતાવ્યો હતો. માઈક્રોસોફ્ટનું ફન્ડિંગ મેળળનાર સ્ટાર્ટઅપ ઓપનઆઈએ નવેમ્બરમાં ચેટજીપીટી રજૂ કર્યા પછી ગૂગલે પણ પોતાનું ચેટબોટ રજૂ કરવા દિવસ-રાત એક કરી દીધા હતા. નવા એઆઈ ચેટબોટ પર ગૂગલની રજૂઆત પહેલાં જ બાર્ડની ભૂલ પકડાઈ હતી. હકીકતમાં આલ્ફાબેટે તેનું ચેટબોટ બાર્ડ જટીલ મુદ્દાઓને સરળ રીતે સમજાવવામાં મદદરૂપ થાય છે તેવું દર્શાવવા ટ્વિટર પર એક જીઆઈએફ વીડિયો પોસ્ટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *