Go First
Go First દેવાળું ફૂંકવાની તૈયારીમાં, બે દિવસ નહીં ઉડે એક પણ વિમાન, નાદારી માટે અરજી મૂકી
Go First આકરી નાણાભીડમાં આવી ગયેલી ગો ફર્સ્ટ એરલાઈન્સે 3-4મેના દિવસે ફ્લાઈટ બંધ રાખવાની જાહેરાત કરીને NCLTમાં અરજી મૂકી છે.
Go First એરલાઈન્સ આવી નાણાભીડમાં
Go First પ્રાઈવેટ એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ (Go First) આકરી નાણાભીડમાં આવી ગઈ છે અને તેથી તેણે 3-4 મેના દિવસે તમામ ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આ સંબંધમાં કંપનીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જાણ કરી દીધી છે જે પછી સિવિલ એવિએશને આ સમાચાર જાહેર કર્યાં હતા. વાડિયા ગ્રુપની માલિકીની ગો ફર્સ્ટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બાકી લેણાં ન ચૂકવવાને કારણે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરલાઇનને નોંધપાત્ર નાણાકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વારંવારની સમસ્યાઓ અને તેના એરબસ એ3 નિયો એરક્રાફ્ટને શક્તિ આપતા પ્રેટ એન્ડ વ્હિટની એન્જિનનો પુરવઠો ન હોવાને કારણે તેને તેના કાફલાનો અડધોઅડધ હિસ્સો ઉતારવો પડ્યો હતો. આનાથી એરલાઇન્સના રોકડ પ્રવાહ પર ગંભીર અસર પડી છે.
થોડા સમયમાં બની જઈશું નાદારા-કંપનીએ અમેરિકી કોર્ટમાં મૂકી અરજી
ગો ફર્સ્ટ Go First એરલાાઈન્સે અમેરિકી કોર્ટમાં એન્જિન બનાવતી કંપની Pratt & Whitneyની સામે એક ઈમરજન્સી અરજી મૂકી છે જેમાં તેણે કહ્યું કે અમને કંપની તરફથી વિમાનના એન્જિન નથી મળ્યાં અને જો નહીં મળે તો તે ટૂંક સમયમાં નાદાર થઈ જશે.
કંપનીએ નાદારી માટે NCLTમાં અરજી મૂકી
ગો ફર્સ્ટ Go First એરલાઈન્સે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં નાદારી માટેની અરજી મૂકી છે. ગો ફર્સ્ટના સીઇઓ કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ સ્વૈચ્છિક ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન કાર્યવાહી માટે અરજી કરી છે.