ELDER MAN DROWNED IN NADAPA : ભુજના નડાપા નજીક બપોરે 1:00 વાગ્યે અજાણ્યા વૃદ્ધનું ડૂબી જતાં મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ELDER MAN DROWNED IN NADAPA : ભુજના નડાપા નજીક બપોરે 1:00 વાગ્યે અજાણ્યા વૃદ્ધનું ડૂબી જતાં મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ELDER MAN DROWNED IN NADAPA
ELDER MAN DROWNED IN NADAPA

ભુજ તાલુકાના નડાપા ગામ નજીક આજે બપોરે 1:00 વાગ્યે એક અજાણ્યા વૃદ્ધ નદીના ઊંડા કોતર ખીણમાં ડૂબી જવાની ઘટના બની હતી. આ અંગે ફાયર સ્ટેશનને જાણ થતાં ફાયર ઓફિસર શ્રી દિલીપ ચૌહાણની સૂચના મુજબ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.

ELDER MAN DROWNED IN NADAPA
ELDER MAN DROWNED IN NADAPA

ફાયર વિભાગની ટીમે અંડર વોટર કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરી હતી. આશરે એક કલાકની સઘન કામગીરી બાદ ટીમે ડૂબી ગયેલા વૃદ્ધના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં વિવિધ વોટર રેસ્ક્યુના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ભાવેશ માતંગ (ડી.સી.ઓ), અસલમ પટ્ટણી (ફાયરમેન), કમલેશ મતીયા (ફાયરમેન), યસપાલસિંહ વાઘેલા (ફાયરમેન) તેમજ ટ્રેની સ્ટાફ સામેલ હતા. હાલ મૃતક વૃદ્ધની ઓળખ થઈ નથી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *