EARTHQUAKE NEAR RAPAR : રાપરથી 22 કિમી દૂર 4.6ની તીવ્રતાનો ભૂકંપ, છેલ્લા 13 દિવસમાં ત્રીજીવારનો આંચકો

EARTHQUAKE NEAR RAPAR : રાપરથી 22 કિમી દૂર 4.6ની તીવ્રતાનો ભૂકંપ, છેલ્લા 13 દિવસમાં ત્રીજીવારનો આંચકો

EARTHQUAKE NEAR RAPAR
EARTHQUAKE NEAR RAPAR

EARTHQUAKE NEAR RAPAR : કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર રણ કાંધી નજીક નોંધાયું હતું.

EARTHQUAKE NEAR RAPAR
EARTHQUAKE NEAR RAPAR

EARTHQUAKE NEAR RAPAR : વહેલી સવારે 4.30 વાગ્યે આવેલા આ આંચકાને કારણે નજીકના વણોઈ અને આસપાસના ગેડી ગામ સહિતના વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. તો રાપર અને ભચાઉ સુધી આંચકાની અસર વર્તાઈ હતી. બારી દરવાજા ખખડી ઉઠ્યા હતા. 4.6ની તીવ્રતાના આંચકાથી સામાન્ય રીતે મકાનો કે જાનમાલને મોટું નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે.

વાગડમાં વહેલી સવારે ધરતી ધ્રુજી ઉઠી હતી. જેથી ભારે અવાજની સાથે લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. કચ્છમાં આવેલી ‘વાગડ ફોલ્ટ લાઈન’ સક્રિય હોવાને કારણે ભચાઉ અને રાપર વચ્ચેના વિસ્તારમાં આવા આંચકા વારંવાર અનુભવાય છે.

કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા એટલે કે 24 તારીખે પણ સવારે 10.49 કલાકે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાથી 10 કિલોમીટર દૂર કરમરિયા ગામ નજીક નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા આ આંચકાની તીવ્રતા 3.0 નોંધવામાં આવી હતી. જોકે, સ્થાનિક કક્ષાએ તેની ખાસ કોઈ અસર વર્તાઈ ન હતી, પરંતુ ધરતી ધ્રુજવાના સમાચારથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

EARTHQUAKE NEAR RAPAR : ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ અંદરોઅંદર અથડાય છે ત્યારે ત્યાં ફોલ્ટલાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેને કારણે ધરતી ધ્રૂજે છે અને આપણે એને ભૂકંપ માનીએ છીએ.

રિક્ટર સ્કેલ પર 2.0થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એવી જ રીતે, 2.0થી 2.9ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપ દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0થી 3.9ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. એ અનુભવાય છે, પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે.

EARTHQUAKE NEAR RAPAR : લાઈટ કેટેગરીના ધરતીકંપ 4.0થી 4.9 તીવ્રતાના હોય છે, જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને એને કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જોકે તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *