Droupadi Murmu Gives Assent To Waqf Act, 2025 : વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ

બ્રેકિંગ ન્યુઝ

Droupadi Murmu Gives Assent To Waqf Act, 2025 : વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ

Assent To Waqf Act, 2025

Assent To Waqf Act : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ 2025ના રોજ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી આ બિલ કાયદામાં ફેરવાઇ ગયું હતું. ત્યારબાદ આજથી (8 એપ્રિલ, 2025) વક્ફ સંશોધન કાયદો, 2025 સત્તાવાર રીતે લાગુ થયો છે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ, હવે સમગ્ર દેશમાં આ કાયદો હવે લાગુ થશે અને સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.

Assent To Waqf Act, 2025
Assent To Waqf Act, 2025

આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું.

Assent To Waqf Act : વક્ફ સંશોધન કાયદાની વિરૂદ્ધમાં થઈ રહેલા વિરોધમાં સુપ્રીમ કોર્ટે ઝડપથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 16 એપ્રિલના રોજ સુનાવણી કરશે. એનડીએ સરકારના વક્ફ સંશોધન કાયદા 2025ની વિરૂદ્ધમાં વિપક્ષના નેતાઓ સહિત મુસ્લિમ ધર્મ સંગઠને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે સુનાવણી કરશે

 

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *