ધાનેરા નાં ગુલ્લી બાજ 15 તલાટી ઓને નોટિસ ફ્ટકારી ખુલાસો માંગ્યો..

ધાનેરા નાં તિડીઓએ બેદરકાર ૧૫ તલાટીઓ ને નોટીશ ફટકારી ગુલી બાજ તલાટીઓ માં ફફડાટ ફેલાયો..

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ની ગ્રામ પંચાયતો માં ફરજ બજાવતા બેદરકાર તલાટીઓ ને ધાનેરા ટીડીઓએ બેદરકારી બદલ નોટિસ ફટકારી છે.. ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા ધાનેરા તાલુકા ની ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા બેદરકાર 15 જેટલા તલાટી ઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગવા માં આવ્યો છે. જ્યારે ટીડીઓ દ્વારા whatsapp મેસેજ થી લાઈવ લોકેશન તલાટીઓ નું મંગાવ્યું ત્યારે બેદરકાર તલાટીઓ ની પોલ ખુલ્લી હતી..   ધાનેરામાં અનેક તલાટીઓ ગ્રામ પંચાયત ની ઓફિસ માં જવાની જગ્યા એ ધાનેરા તાલુકા પંચાયત આગળ આંટા ફેરા મારતા હોય છે જેની રજૂઆતને લઈને ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવા માં આવતા 15 જેટલા તલાટીઓ ની ગેરહાજરી સામે આવતા 15 જેટલા તલાટીઓ ને નોટિસ ફટકારી ને તમામ તલાટીઓ પાસે ખુલાસો માંગવા માં આવ્યો છે.. ખુલાશો નહી આપનાર સામે થશે કાર્યવાહી, અને ખુલાસા બાદ તલાટીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *