DEMAND FOR RECRUITMENT OF TEACHERS : કચ્છમાં શિક્ષકોની ભરતી માટે સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવા સ્વૈચ્છિક સંસ્થાઓની કલેક્ટરને રજૂઆત

DEMAND FOR RECRUITMENT OF TEACHERS : કચ્છમાં શિક્ષકોની ભરતી માટે સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવા સ્વૈચ્છિક સંસ્થાઓની કલેક્ટરને રજૂઆત

DEMAND FOR RECRUITMENT OF TEACHERS
DEMAND FOR RECRUITMENT OF TEACHERS

DEMAND FOR RECRUITMENT OF TEACHERS : કચ્છ જિલ્લામાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ-મુંદરા, ગ્રામ પંચાયતો, SMC કમિટીઓ અને સ્થાનિક સંસ્થાઓએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે. તેમણે જિલ્લામાં શિક્ષકોની ગંભીર અછત દૂર કરવા તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, કચ્છમાં 35-40% શિક્ષકોની અછત છે. આ અછતના કારણે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે. જિલ્લામાં 4,000થી વધુ B.Ed./PTC/TET/TAT પાસ સ્થાનિક યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે.

DEMAND FOR RECRUITMENT OF  TEACHERS
DEMAND FOR RECRUITMENT OF TEACHERS

DEMAND FOR RECRUITMENT OF TEACHERS : સંસ્થાઓએ સ્થાનિક શિક્ષકોને ભરતીમાં પ્રાથમિકતા આપવાની માંગ કરી છે. તેમના મતે, સ્થાનિક શિક્ષકો બાળકો સાથે ભાષાકીય અને સાંસ્કૃતિક તાદાત્મ્ય સ્થાપી શકશે, જે શિક્ષણની ગુણવત્તા સુધારશે.

રજૂઆતમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે કચ્છ હજારો કંપનીઓ દ્વારા એક લાખ કરોડનું રેવન્યુ આપે છે, તો પછી જિલ્લાને પૂરતા પ્રમાણમાં કાયમી શિક્ષકો કેમ નથી મળતા? કંપનીઓને વિશેષ નિયમો દ્વારા છૂટ આપવામાં આવે છે, તો શાળાઓમાં બાળકોના શિક્ષણ માટે સ્થાનિક શિક્ષકોની વિશેષ ભરતી કેમ નથી કરવામાં આવતી?

સંસ્થાઓએ નાની શાળાઓ બંધ કરવા અથવા શાળાઓનું મર્જર કરવાની નીતિ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે, આના કારણે બાળકોને દૂરની શાળાઓમાં જવું પડે છે, જેનાથી તેમને શારીરિક અને માનસિક તકલીફો થાય છે.

વધુમાં, બહારથી આવતા શિક્ષકો પાસેથી 3 લાખનું બોન્ડ લેવાની પ્રથા અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા શિક્ષણાધિકારીઓની કાયમી નિમણૂક કરવાની માંગ પણ કરવામાં આવી છે.

રજૂઆતમાં શિક્ષકો અને આચાર્યોને વહીવટી કામગીરીમાંથી મુક્ત કરી બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *