CRIME : અમદાવાદમાં ફરી ઇરાની ગેંગ સક્રિય

CRIME : કાંક‌રિયા અને લો ગાર્ડન નજીક થયેલી સોનાના દાગીનાની લૂંટના ચકચારી કેસમાં ઈરાની ગેંગનો હાથ હોવાનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના નામે રોફ ઝાડીને ગ‌ઠિયાઓ લાખોના દાગીના લઈ નાસી ગયા.

‘ઇરાની ગેંગ’ ફરીથી સક્રિય થતાં અમદાવાદ પોલીસ એલર્ટ

CRIME : અમદાવાદ શહેરમાં લગભગ એક દાયકા પછી વેશ બદલવામાં માહેર અને શાતિર ‘ઇરાની ગેંગ’ ફરીથી સક્રિય થતાં અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ચેકિંગના બહાને ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારી અને અધિકારીઓની ઓળખ આપીને જો કોઈ વ્યક્તિ દાગીના ઉતારવાનું કહે તો ચેતી જજો, કારણ કે તે ઇરાની ગેંગના સભ્યો હોઇ શકે છે. દસ વર્ષ પહેલાં ઇરાની ગેંગના આતંકનો અંત અમદાવાદ પોલીસે લાવી દીધો હતો, પરંતુ હવે તે ફરીથી સક્રિય થઇ છે. કાંક‌િરયા અને લો ગાર્ડન નજીક થોડા દિવસો પહેલાં ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ ઝૂંટવી જવાના કેસમાં ઇરાની ગેંગનો હાથ હોવાનો પર્દાફાશ થયો છે.

CRIME : ઈરાની ગેંગના સભ્યો વેશ બદલવામાં એક્સપર્ટ છે અને ખાસ કરીને તેઓ પોલીસની ઓળખ આપીને સોની કે આંગડિયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના તત્કાલીન ડીસીપી હિમાંશુ શુક્લાએ જે તે સમયે ઈરાની ગેંગના મોટા ભાગના સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલીને આ ગેંગના આતંકને ખતમ કરી દીધો હતો. ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગના સભ્યો રોડ પર પોલીસનો વેશ ધારણ કરીને ઊભા રહે છે અને ચેકિંગના બહાને ટાર્ગેટ કરેલા લોકોને વાતોની જાળમાં ફસાવીને તેમની પાસે રહેલા લાખો રૂપિયાના દાગીના કે રોકડની ચલાવે છે.

CRIME : આ મામલે ઝોન-7ના DCP બી.યુ. જાડેજાએ જણાવ્યું છે કે અમદાવાદમાં ઈરાની ગેંગ ફરી એક્ટિવ થઈ હોવાની અમને આશંકા છે. આવી ગેંગ કોઈને ટાર્ગેટ ન કરે તે માટે પોલીસ હાલ એડીચોટીનું જોર લગાવી રહી છે. ઈરાની ગેંગના કારનામાની વાત કરીએ તો થોડા દિવસ પહેલાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ઈશ્વરચરણ કોમ્પ્લેક્સમાં રહેતા શૈલેન્દ્રસિંહ રાજપૂતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ 9.54 લાખ રૂપિયાના દાગીનાની લૂંટની ફરિયાદ કરી હતી.

CRIME : તેમણે જણાવ્યું કે, આ શખ્સોએ શૈલેન્દ્રસિંહને ક્રાઇમ બ્રાંચના કર્મચારી તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે અત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, તારી બેગમાં શું છે, તે ખોલીને બતાવ. શૈલેન્દ્રસિંહે બેગ ખોલીને બતાવતાં તેમાં સોનાના દાગીના હતા. આ દરમિયાન એક યુવક હાથમાં કાળા કલરની બેગ લઇને ત્યાંથી નીકળ્યો હતો, જેથી બંને શખ્સોએ તેને રોકીને કહ્યું હતું કે આ બેગમાં શું છે? યુવકે બંને શખ્સોને કહ્યું કે આ બેગમાં સોના-ચાંદીના દાગીના છે. શૈલન્દ્રસિંહની સામે બંને શખ્સોએ યુવકનું ચેકિંગ કર્યું હતું. યુવકની સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ લઇને બંને શખ્સોએ કહ્યું કે તું કાગડાપીઠ પોલીસ સ્ટેશન આવી જા. ત્યારબાદ શૈલેન્દ્રસિંહ પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ લઈ લીધી હતી અને તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

CRIME : સોનાના દાગીના ભરેલી બેગ તફડાવીને નાસી છૂટ્યા
બંને શખ્સોએ શૈલેન્દ્રસિંહને કહ્યું કે તું અમારી પાછળ પાછળ બાઇક લઇને પોલીસ સ્ટેશન આવી જા. શૈલેન્દ્રસિંહે તેના બોસને ફોન કરવા માટે મોબાઇલ પેન્ટના ખિસ્સામાંથી કાઢ્યો ત્યારે બંને શખ્સો તેના હાથમાંથી સોનાના દાગીના ભરેલી બેગ તફડાવીને નાસી છૂટ્યા હતા. બેગમાં 17 તોલા સોનાના દાગીના હતા, જેની કિંમત 9.54 લાખ રૂપિયા થાય છે.

15 દિવસમાં લૂંટની બે ઘટના, બંનેમાં એક જ ગેંગનો હાથ
અન્ય એક કિસ્સામાં એર પાર્સલ સર્વિસમાં કુરિયર બોય તરીકે કામ કરતો મનીષ સોની ગત ૩ મેના રોજ મેમનગર વિસ્તારમાં આવેલી જ્વેલરીની દુકાનમાં પાર્સલ લેવા માટે ગયો હતો, જેમાં રૂપિયા ત્રણ લાખની કિંમતનું સોનું હતું. આ સોનાના પાર્સલને બેગમાં લઈ તે નવરંગપુરા પાસેના નેશનલ પ્લાઝામાં સોનાનું બીજું પાર્સલ લેવા માટે ગયો હતો, જેમાં રૂપિયા 50 હજારની સોનાની વીંટી હતી. બંને પાર્સલ લઈને મનીષ મોપેડ પર માણેકચોક ખાતે જવા માટે નીકળ્યો હતો, જેમાં ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને લૂંટારાઓએ લૂંટી લીધો હોવાની ઘટના સામે આવી હતી. લૂંટારુઓ મનીષ પાસેથી 3.50 લાખની કિંમતનું દાગીનાનું પાર્સલ ઝૂંટવીને પળવારમાં ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *