CRIME: વડોદરામાં માતાએ બે દીકરીઓ ને મોતને ઘાટ ઉતારી
CRIME : વડોદરા શહેરમાં માતાએ પોતાની બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી પોતે ફાંસો ખાધો ની ઘટના સામે આવી છે આ દર્દના ઘટના આર્થિક સંકડામણ ના લીધે બની હોવાનું પ્રાથમિક તારણ માં જાણવા મળ્યું છે
CRIME: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લેવામાં આવેલી મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું કહેવાય છે.
વડોદરામાં માતાએ બે દીકરીઓ ને મોતને ઘાટ ઉતારી
CRIME : મોત ને ભેટેલી મોટી દીકરી હની ટી.વાય. બીકોમમા અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી સુહાની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી. પરંતુ, દીકરીઓ ન મરતાં તેઓના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તે બાદ માતાએ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છું.
CRIME : પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે બે દીકરીને મોતને ઘાટ ઉતારવામાં માતા દક્ષાબેન ચૌહાણ સાથે અન્ય વ્યક્તિ પણ હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. બી. 66 અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં ત્રણ મજલી મકાનના બીજા માળે 20 દિવસ પહેલાં દક્ષાબેન તેમની બે દીકરી સાથે ભાડે રહેવા માટે આવ્યા હતા.
CRIME : પડોશીએ ફાંસા પરથી ઉતારી દક્ષાબેનને બે તમાચા ઝીંક્યા
મળેલી માહિતી મુજબ વહેલી સવારે 6 વાગ્યાના સુમારે દક્ષાબેનના ઉપરના માળે ભાડે રહેતી એક છોકરીએ એક યુવાનને દક્ષાબેનના ઘરમાંથી નીકળતા જોયો હતો. તેઓએ ચોર સમજી બુમરાણ મચાવી હતી. દરમિયાન યુવતી દક્ષાબેનના ઘરમાં તપાસ કરવા જતાં તેણે દક્ષાબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેઓને ઉતારી બે લાફા પણ ઝીકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
દક્ષાબેને છેલ્લો ફોન ફઈની દીકરી નિલમ મકવાણાને કર્યો હતો.
CRIME : આજે ઘટનાની જાણ થતા નિલમ અમદાવાદથી વડોદરા દોડી આવી હતી. તેણે જણાવ્યું હતું કે, દક્ષાબેને મને રાતે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શું કરે છે, આથી મેં કહ્યું કે, ટાઇમ જો કેટલા વાગ્યા છે શું કરતી હોઇશ. આથી દક્ષાબેને કહ્યું હતું કે, મોબાઈલમાં ટાઇમ સેટ નથી એટલે ખબર નથી કેટલા વાગ્યા. નિલમે કહ્યું કે, રાતના ત્રણ વાગ્યા છે. આથી દક્ષાબેને કહ્યું કે, ઠીક છે તો સૂઇ જા. દક્ષાબેનને 15 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા. વિરમગામમાં સાસરૂ હતું. હજી થોડા સમય સુધી તો મારા મામા એટલે કે દક્ષાબેનના પિતા ભેગી જ રહેતી હતી. આથી તેને ચિંતા થતી હતી કે મારું કોણ? થોડા સમયથી જ જુદા પડીને ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી.
DCP પન્નાબેન મોમાયા સ્થળ પર દોડી આવ્યાં
દરમિયાન ઘરમાં બે લાશો જોતાં યુવતીએ સોસાયટીના અન્ય લોકોને કરતાં લોકો દોડી આવ્યા હતા. બાદમાં દક્ષાબેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સાથે DCP પન્નાબેન મોમાયા સ્થળ પર દોડી આવ્યા હતા.