CRIME KUTCH : એકલી બાળકી જોઈને લંપટ ગુરુની દાનત બગડી
CRIME KUTCH
માધાપરમાં ૧૧ વર્ષની બાળકી સાથે ૬૫ વર્ષના ટ્યુશન ટીચરે શારીરિક અડપલાં કરતાં ચકચાર
CRIME KUTCH માધાપરમાં બાળકોને ટ્યુશન કરાવતા ૬૫ વર્ષના શિક્ષકે ૧૧ વર્ષની દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને આરોપી શિક્ષક કમ એક્સ આર્મીમેનની ધરપકડ કરી લીધી છે. બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આરોપી અબ્બાસ મંડલ મૂળ પશ્ચિમ બંગાળના હુબલીનો વતની છે અને નિવૃત્ત સૈન્ય જવાન છે.
CRIME KUTCH ૨૦૧૩માં રીટાયર થયાં બાદ માધાપરમાં જ સપરિવાર સ્થાયી થઈ ગયો છે. થોડાંક વર્ષોથી તેણે માધાપરની ગોકુલધામ સોસાયટી ૦૧ પાસે એ-વન ટ્યુશન ક્લાસીસ નામની ટ્યુશન ક્લાસ શરૂ કરેલાં, જેમાં આસપાસના બારેક બાળકોને ભણાવે છે. છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૧ વર્ષની દીકરી બુધવારે બપોરે ત્રણ વાગ્યે ટ્યુશન ક્લાસ પહોંચી ગઈ હતી. અન્ય બાળકો ટ્યુશન ક્લાસમાં આવ્યાં નહોતાં.
CRIME KUTCH એકલી બાળકી જોઈને લંપટ ગુરુની દાનત બગડી હતી અને તેણે દીકરીને ગળા પર ચુંબન કરી લઈ ગળે હળવું બચકું ભરી લીધું હતું.
ત્યારબાદ તેણે બનાવ અંગે ઘરે કોઈને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતાં દીકરી ડરી ગઈ હતી. બે કલાક સુધી ટ્યુશનમાં બેઠાં બાદ ઘરે જવા સાથે દીકરીએ માતાને બનાવ અંગે વાત કરી હતી. તેના કરતૂત અંગે માવતરે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરેલું. પોલીસે અબ્બાસ મંડલ વિરુધ્ધ ભારતીય ન્યાયસંહિતાની કલમ ૭૪ ૧ (૧), ૩૫૧ (૩) અને પોક્સો એક્ટની કલમ ૭, ૮ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.