માંડવી પોલીસ સ્ટેશનમાં ઠંડા પાણીનુ કૂલર દાતા દ્વારા અર્પણ કરાયું
આજ રોજ તારિખ – 28/03/2023 ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં પીઆઇ ચૌહાણ સર અને જમાધાર પ્રવીણભાઈ પરમારની પ્રેરણાથી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના સંકલનથી દાતા પરિવાર શ્રીમતી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાની હસ્તે – નિરંજનાબેન અરવિંદ ભાઈ ટોપરાની મસ્કત ઓમાન ( માંડવી કચ્છ) દ્વારા માંડવી પોલીસ સ્ટેશનમાં આજ રોજ અર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પીઆઇ ચૌહાણ સાહેબ, પ્રવીણ ભાઈ પરમાર, દિલીપભાઈ ડામોર, માધાભાઈ ચૌધરી, અનુપ ભાઈ કાપડી, નયનભાઈ શિરોખા, પ્રવીણભાઈ માતંગ, પ્રજ્ઞાબા વાઘેલા સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થીત રહીને દાતા પરીવાર અને સંકલન સમિતિ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિનો આભાર માન્યો હતો.
દાતા પરિવારના પ્રતિનિધિ દિલીપ ભાઈ ટોપરાની હાજર રહ્યા હતા. ટોપરાની પરિવારની દ્વારા માંડવીમાં થયેલા વિકાસાત્મક કાર્યોની નોંધ લેવામાં આવી હતી. અરવિંદ ભાઈ જોષી, સલીમ ભાઈ ચાકી, સતાર ભાઈ મારા, નિતેશ ભાઈ સોની, મનીષભાઈ સોની સહિતનાઓ ઉપસ્થિત રહીને દાતાની દિલેરીને પોંખ્યા હતા.
દાતા ટોપરાની પરીવાર દ્વારા સમગ્ર કચ્છમાં દિવ્યાંગો, જવાનો માટે પાણીની સુવિધા માટે અને બેન્ચ માટે ઉત્તમોત્તમ સહયોગ અપિલ મળતાની સાથે દાનની સરવાણી મળતી રહે છે તેવી વાત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના અરવિંદ ભાઈ જોષીએ કરી હતી. દાતા પરિવારની દિલેરીને ઉપસ્થિતોએ વધાવી લીધી હતી.