
Gandhinagar : ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા
ગાંધીનગના નભોઈ કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે એક યુવતીની લાશ બહાર કાઢવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં પાંચ લોકો સવાર હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે.
પ્રત્યક્ષદર્શીઓની માહિતી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કાર અચાનક કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર લોકોની સંખ્યા પાંચ હોવાનું અનુમાન છે. આ દુર્ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી છે.