BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ, મહેસાણા જિલ્લામાંથી ભાગેડુ ઝડપાયો
મહેસાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 6 હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સકંજામાં આવ્યો છે. BZ કૌભાંડના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે તેને ઝડપ્યો છે, હાલ CID ક્રાઈમ હવે તેને મહેસાણાથી ગાંધીનગર લાવશે. સૂત્રોના અનુસાર, તેની ધરપકડ મહેસાણા જિલ્લાના વિસનગરથી કરવામાં આવી છે.
ફરિયાદના 34માં દિવસે થઈ ધરપકડ
સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં તેની શોધખોળ કરાઈ હતી. તે છેલ્લા એક મહિનાથી પોતાના ઠેકાણા બદલતો રહ્યો હતો. તેણે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી, પણ કોર્ટમાંથી તેને રાહત મળી ન હતી.