Bus accident : અમદાવાદના હરિપુરા નજીક ખાનગી બસ પલટતાં ચીસાચીસ મચી, 20થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત
Bus accident : અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
Bus accident : ઈજાગ્રસ્તોને ધંધૂકા ખસેડાયા
મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધૂકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી. જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર લોકો મધ્યપ્રદેશની નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહી હતી. ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.
Bus accident : આબુમાં બસ પર પથ્થરમારો
બીજી બાજુ ગુજરાત સરહદે માઉન્ટ આબુ જતી એક ટ્રાવેલ્સ બસ પર પથ્થરમારા કરાયાની ઘટના બનતાં પેસેન્જરમાં ભય ફેલાયો હતો. આ એક એસી બસ હતી. સમયસૂચકતા વાપરી ડ્રાઈવરે બસ ભગાડતાં મુસાફરોનો જીવ બચી ગયો હતો. બસ પર પથ્થરમારો કરવાની ઘટનાથી બસના કાંચ પણ તૂટી ગયા હતા.