BUDGET2024 : આવતીકાલથી 15 મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે.
BUDGET2024 : આવતીકાલથી 15 મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે. આ બાબતે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને આગળ લઈ જતું બજેટ રજૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. બજેટ સત્રમાં ગુજરાત ભાવી બાબતે બજેટ રજૂ થશે. RTI મા નાનુ-મોટુ થતું હોય તો તે બહાર લાવવાનો પ્રસાય છે. તેમજ ખોટી રીતે હાટડીઓ ચાલતી હોય તો તે બંધ થવી જોઈએ.
BUDGET2024 : નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરશે
ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈ બીજી વખત તા. 2 ફેબ્રુઆરીએ 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાનાં બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ 1 ફેબ્રુઆરીથી લઈ 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે.
BUDGET2024 : બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવાના છીએ
અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર ખાતે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવાના છીએ. 5 તારીખે સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કામ કાજ સલાહકાર સમિતિમાં જે કામ કાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. તેમજ વિપક્ષના સભ્યો પણ હાજર હતા અને તેમની પણ આ બાબતે સંમતિ હતી.