Budget 2024 / નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે. આ દરમિયાન એમને કહ્યું કે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના હશે.
Budget 2024 / નાણામંત્રીએ કહ્યું કે રૂફટોપ સોલાર એનર્જી દ્વારા એક કરોડ ઘરો સૌર ઉર્જા દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવી શકશે. 15-18 હજાર રૂપિયાની બચત થશે. સરકાર ઉર્જા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને નાણાકીય ક્ષેત્રે માંગને પહોંચી વળવામાં મદદ કરશે.
Budget 2024 / આ સાથે જ કોવિડને કારણે પડકારો હોવા છતાં, પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ મકાનોનું નિર્માણ ચાલુ રહ્યું અને અમે 3 કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ. પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઉભી થયેલી જરૂરિયાતને પહોંચી વળવા આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.
Budget 2024 / નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ વચગાળાનું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વચગાળાના બજેટમાં પણ મોદી સરકાર સામાન્ય લોકો અને કરદાતાઓ માટે રાહતનો ડબ્બો ખોલી શકે છે.
Budget 2024 / બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને મંજૂરી આપવા માટે કેબિનેટની બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં બજેટને મંજૂરી આપ્યા પછી, રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા. એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને સંબોધિત કરી હતી અને તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થયું હતું અને 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
Budget 2024 / 2019 ના વચગાળા બજેટમાં શું જાહેરાત કરવામાં આવી હતી?
પરંપરા મુજબ, વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી. 2019 ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Budget 2024 / આ મહિનામાં આવી શકે છે પૂર્ણ બજેટ
વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આદર્શ આચારસંહિતા લાગુ થયાના થોડા અઠવાડિયા પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.