Budget : નિર્મલા સીતારામન તેમનું કુલ સાતમું અને નવી મોદી સરકારનું પ્રથમ પૂર્ણ કદનું બજેટ રજૂ કરશે.
Budget : નવી નરેન્દ્ર મોદી સરકારમાં વધુ એક વખત નાણાં મંત્રાલયનું સૂકાન સંભાળનારાં નિર્મલા સીતારામન આજે તેમનું કુલ સાતમું અને નવી મોદી સરકારનું પ્રથમ પૂર્ણ કદનું બજેટ રજૂ કરશે.
Budget : દેશના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇપણ નાણાંમંત્રીએ લગાતાર આટલાં બજેટ રજૂ કર્યાં નથી. આમ, સીતારામન ઇતિહાસ રચશે. દેશના નોકરિયાત વર્ગે નાણામંત્રી આવકવેરા સ્લેબમાં બદલાવ કરીને મંગળવારે મંગળકારી સમાચાર આપશે, તેવી આશા આંખે આંજી છે.
Budget : વિકાસને વેગ આપવાના વ્યૂહ સાથે મોદી સરકાર કૃષિ ક્ષેત્રના બજેટનું કદ વધારે તેવી આશાભરી સંભાવના છે. મોંઘવારીમાં પીસાતા દેશના મધ્યમ વર્ગના નાગરિકો આવકવેરા મુક્તિ મર્યાદામાં છૂટ મળવાની આશા બાંધી બેઠા છે. મધ્યમ આવકમાં ગુજરાન ચલાવતા સામાન્ય માણસોનું કહેવું છે કે, પાયાની વેરા મુક્તિની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખની કરવી જોઇએ. સાથોસાથ આવકવેરા કાયદાની કલમ 80-સી હેઠળ વેરા મુક્તિની સીમા મર્યાદા પણ દોઢ લાખમાંથી વધારીને બે લાખ કરવાની માંગ છે. સત્તાની હેટ્રિક કરનારા નરેન્દ્ર મોદીના વડપણવાળી એનડીએ સરકારનું આ કુલ 11મું બજેટ હશે. નાણાં મંત્રાલયની યુ-ટયુબ ચેનલ પરથી પણ સીતારામનના બજેટ ભાષણનું જીવંત પ્રસારણ કરાશે.નાણાં વર્ષ-2024નું બજેટ મંગળવારે રજૂ થાય ત્યારે શેરબજાર કેવું વર્તન કરે છે, તેના પર પણ આખા દેશની નજર રહેશે.