BREAKING NEWS : સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ

પાડોશમાં રહેતા શખસે પોતાના ઘરે ઉઠાવી જઈ કુકર્મ આચર્યું, પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ
BREAKING NEWS : સુરતમાં વધુ એક માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર તેની પાડોશમાં જ રહેતા શખસે દુષ્ક્રમ આચર્યાનું સામે આવ્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
BREAKING NEWS : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીને તેની પાડોશમાં જ રહેતા શખસે હવસનો શિકાર બનાવી છે. 6 વર્ષીય બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોય ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખસ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા તેના ઘરે પરત ફરી હતી અને કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.