
બોલિવુડમાંથી દુ:ખદ સમાચાર
બોલિવુડના જાણીતા કોમેડિયન અને અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું. 1960ના દાયકાથી કરિયરની શરૂઆત કરનાર અસરાનીએ 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કૉમિક ટાઇમિંગ બેમિસાલ હતી. તેમની ‘શોલે’ ફિલ્મની ‘અંગ્રેજોં કે ઝમાને કા જેલર’ની ભૂમિકા આજે પણ યાદગાર છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં હતા.