જન્મદિવસ :- ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંના એક મોહમ્મદ અઝહરુદ્દીન

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંના એક મોહમ્મદ અઝહરુદ્દીન(Mohammad Azharuddin)નો આજે જન્મ દિવસ(Birthday) છે. તેઓ આજે 58મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. અઝહરુદ્દીનનો જન્મ 8 ફેબ્રુઆરી 1960માં હૈદરાબાદમાં થયો હતો. ક્રિકેટર તરીકે પોતાના જીવનની શરૂઆત કરનાર અઝહરુદ્દીન સાંસસ સુધીની સફર કરી ચુક્યા છે. જો કે તમણે આ દરમિયાન ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેમા મેચ ફિક્સિંગ, બે લગ્ન, બે છુટાછેડા અને દિકરાનું મોત જેવા હેરાન કરનાર પણ સામેલ છે. અઝહરુદ્દીને ભારત તરફથી રમતા 334 વન ડેમાં 36ની એવરેજથી 9378 રન બનાવ્યા હતા જેમા 7 સદી અને 58 ફિફટીનો સમાવેશ થાય છે. તો ટેસ્ટમાં 45.03ની એવરેજથી 6215 રન બનાવ્યા હતા જેમાં 22 સદી અને 21 ફિફટીનો સમાવેશ થાય છે.

મેચ ફિક્સિંગ
અઝહરુદ્દીનની ગણતરી વિશ્વના સૌથી શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. અઝહરુદ્દીન દુનિયાનો પહેલો ખેલાડી છે જેમણે પ્રથમ ત્રણ ટેસ્ટમાં સદી ફટકારી હોય. વન ડે માં સૌથી પહેલા 9 હજારના આંકડા સુધી પહોંચનાર તે પ્રથમ ખેલાડી હતો. વર્ષ 2000માં અઝહરુદ્દીનનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું ત્યાર બાદ તેમવા પર આજીવન બેન લગાવી દેવામાં આવ્યો હતો. જો કે 2012માં તેમના પર લગાવવામાં આવેલા આજીવન પ્રતિબંધને આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે હટાવી દીધો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડૂ થઈ ચુક્યુ હતું.

બે લગ્ન
ક્રિકેટ ઉપરાંત અઝહરુદ્દીન પોતાના લગ્ન અને એકસ્ટ્રા મેરિટલ અફેયરને લઈને પણ ચર્ચામાં રહ્યો હતો. તેમણે બ લગ્ન કર્યા હતા. અઝહરુદ્દીનના પહેલ લગ્ન નૌરીન સાથે થયા હતા. બાદમાં તેમનું અફેર અભિનેત્રી સંગીતા બિજલાણી સાથે શરૂ થયું. અઝહરુદ્દીને નૌરિન સાથે છુટાછેડા લઈને 1996માં સંગીતા સાથે લગ્ન કરી લીધા. જો કકે આ લગ્ન પણ લાંબા ન ચાલ્યા અને 14 વર્ષ બાદ પરસ્પર સહમતીથી છૂટાછેડા લઈ લીધા. એક એડ શુટિંગ દરનિયાન સંગીતની અઝહરુદ્દીન સાથે મુલાકાત થઈ હતી અને ત્યાર બાદ બન્ને પ્રેમમાં પડ્યા હતા. સંગીત ફિલ્મોમાં સફળ થઈ શકી નહોતી અને ત્યાર બાદ તેમણે અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા. જો કે અઝહરુદ્દીનના માતા પિતા છેલ્લે સુધી તેમની પહેલી પત્નીનો સાથ આપતા રહ્યા હતા.

 છુટાછેડા
14 નવેમ્બર 1996માં મુંબઈના ખાર વિસ્તામાં અઝહરુદ્દીન અને સંગીતાના લગ્ન થયા હતા. રજિસ્ટર ઓફ મેરેજને ઘરે જ બોલાવવામાં આવ્યો હતો. લગ્ન બાદ સંગીતાએ તેનુ નામ બદલીને આયેશા બેગમ રાખી લીધુ. જો કે તેમના લગ્ન જીવનમાં થોડા સમય બાદ ઝઘડા શરૂ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે અઝહરુદ્દીને સંગીતા સાથે બિઝનેસ પણ શરૂ કર્યો હતો. તો બીજી તરફ અઝહરુદ્દીનનું નામ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુ્ટ્ટા સાથે પણ જોડવામાં આવ્યું હતું, જો કે તેમણે આ વાતને નકારી કાઢી હતી. ત્યાર બાદ ઝઘડો વધુ વધતા બન્નેએ છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી અઝહરુદ્દીને મુરાદાબાદમાંથી ચૂંટણી લડી હતી. 14 વર્ષના લગ્ન જીવન બાદ 2010માં બન્નેએ છુટાછેડા લઈ લીધા હતા.

પુત્રનું મોત
અઝહરુદ્દીનને પહેલી પત્ની તરફથી બે પુત્ર અસદ અને અયાઝ હતા. વર્ષ 2011માં એક અકસ્માતમાં અયાઝનું મોત થયું હતું. અયાઝને બાઈકચ ચલાવવાનો ઘણો શોક હતો. અસદે 2019માં ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની બહેન અનમ મિર્જા સાથે લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *