Biporjoy Cyclone : બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થશે, 14, 15 જૂન સુધીમાં કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.
Biporjoy Cyclone : અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકાતવર બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિલોમીટર દૂર છે અને 2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.
Biporjoy Cyclone : અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થશે. રાજ્યના પશ્ચિમ કાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાશે. વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. તેમણે જણાવ્યું કે, આ વાવાઝોડાના કારણે કચ્છ, રાજસ્થાનના ભાગોમાં વરસાદ થશે. આગામી 14 અને 15 જૂન સુધીમાં વરસાદ થશે. સાથે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.
Biporjoy Cyclone : હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતી તોફાન આવતીકાલે ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સૌથી વધુ અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવમાં જોવા મળશે. આ સાથે જ કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે. વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે.
Biporjoy Cyclone : ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિમી દૂર છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠાના ગામડાઓની સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં હોવાથી તંત્રએ લોકોને સમુદ્રથી દૂર રહેવાની સૂચના આપી છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જાફરાબાદના દરિયા કિનારે બોટો લાંગરવાની શરૂઆત થઈ છે.
Biporjoy Cyclone : “બિપરજોય” વાવાઝોડા સંદર્ભે માંડવી દરિયા કિનારો બંધ કરાયો
Biporjoy Cyclone : માંડવી દરિયા કિનારો તારીખ 9 થી તારીખ 12 સુધી સદંતર બંધ કરાયો
Biporjoy Cyclone : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ વાવાઝોડું
માંડવી બંદર તરફ ફંટાય તેવી આગાહી વચ્ચે તંત્ર હરકતમાં આવ્યું છે માંડવી દરિયા કિનારો તારીખ :- 9 થી તારીખ :- 12 સુધી સદંતર બંધ કરાયો છે દરિયા કિનારા પર ખાણીપીણી સહિતના વેપાર કરતાં લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્ર એ તાકીદ કરી છે.
Biporjoy Cyclone : “બિપરજોય” વાવાઝોડા સંદર્ભે કચ્છ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
Biporjoy Cyclone : નાગરિકો વાવાઝોડાની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સમયે સંપર્ક કરીને મદદ માંગી શકશે
Biporjoy Cyclone : ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડાના સમયે સર્જાતી કોઇપણ પરિસ્થિતીને પહોંચી વળવા નાગરિકો નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકશે.
જિલ્લા કંટ્રોલરૂમ નંબર – ૦૨૮૩૨-૨૫૨૩૪૭, ૦૨૮૩૨-૨૫૦૯૨૩ તથા ભુજ તાલુકા કંટ્રોલરૂમ નંબર – ૦૨૮૩૨-૨૩૦૮૩૨, માંડવી- ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મુંદરા – ૦૨૮૩૮-૨૨૨૧૨૭, અંજાર – ૦૨૮૩૬-૨૪૨૫૮૮, ગાંધીધામ- ૦૨૮૩૬-૨૫૦૨૭૦, ભચાઉ- ૦૨૮૩૭-૨૨૪૦૨૬, રાપર- ૦૨૮૩૦-૨૨૦૦૦૧, નખત્રાણા – ૦૨૮૩૫-૨૨૨૧૨૪, અબડાસા- ૦૨૮૩૧-૨૨૨૧૩૧, લખપત- ૦૨૮૩૯-૨૩૩૩૪૧ પર સંપર્ક કરવો.