
BIG NEWS: કરાંચી અને લાહોરનું એરસ્પેસ 31 મે સુધી આંશિક રીતે બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય
BIG NEWS પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે એક પછી એક નિર્ણય લેતાં પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. પાકિસ્તાને આજે એક મોટો નિર્ણય લઈ ફરી પોતાનો ડર સાબિત કરી દીધો છે. ડરના માર્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફની સરકારે તેના ખાસ કહેવાતા શહેરો કરાંચી અને લાહોરનું એરસ્પેસ (Lahore And Karachi Airspace) એક મહિના માટે બંધ કરી દીધું છે. આ બંને શહેરો પરથી કોઈ ફાઇટર જેટ પસાર થયા તો તેને તોડી પાડવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
BIG NEWS પાકિસ્તાન માટે લાહોર-કરાંચી ખૂબ મહત્ત્વનું
BIG NEWS પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ‘ભારતીય સેના ફાઇટર જેટ દ્વારા શહેરો પર હુમલો કરશે, જેના કારણે પાકિસ્તાની સેનાએ શહેરો બચાવવા માટે તમામ પ્રયાસો શરુ કરી દીધા છે. જો ભારત લાહોર અથવા કરાંચીમાં હુમલો કરશે, તો બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઊભી થશે. એટલું જ નહીં આ બંને શહેરોમાં ભારે ખુવારી સર્જાશે. આમ થવાથી ત્યાં લાખો લોકોના મોત થશે અને લાખોએ ઘર છોડવા મજબૂત થવું પડશે.
BIG NEWS કરાંચી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું
એન્જિનપાકિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર કરાંચી દેશની અર્થવ્યવસ્થાનું એન્જિન કહેવાય છે. દેશની જીડીપીમાં કરાંચીનું યોગદાન લગભગ 20 ટકા છે. એટલું જ નહીં કરાંચી દેશના સૌથી બે મોટા બંદરો ‘પોર્ટ કરાંચી’ અને ‘પોર્ટ ક્યુસીમ’ આવેલા છે. દેશના મોટાભાગના સામાનની આયાત-નિકાલ આ બંને પોર્ટ પરથી થાય છે. જો આ પોર્ટ પર હુમલો થશે તો પાકિસ્તાનની આર્થિક કમર તૂટી જશે. આ ઉપરાંત કરાંચીમાં સ્ટોક માર્કેટ, બૅંકના હેડક્વાર્ટર, ઇન્ડસ્ટ્રી ઘણું બધું આવેલું છે.