ભરૂચ ક્રાઈમ બ્રાંચના હુક્કાબાર પર દરોડા,શંકાસ્પદ ફ્લેવર કબ્જે લઇ કરાઈ કાર્યવાહી

ભરૂચમાં હુક્કાબાર પર પોલીસ વિભાગ નું સરપ્રાઈઝ ચેકીંગ-અલગ અલગ ફ્લેવર ના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

ભરૂચ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો,લીના પાટીલ દ્વારા સતત સ્ટાફ માં કર્મીઓને સૂચન કરી અસામાજીક પ્રવૃતિઓ ઉપર વોચ રાખવા માટેના સુચન કરવામાં આવ્યા છે,જે બાદ જિલ્લામાં વિવિધ સ્થળે નશાકારક પ્રવૃતિઓ ચલાવતા તત્વો સામે પોલીસ સતર્ક બની છે,

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્કવેર ખાતે આવેલ “સ્મોક ટેલ લોન્ઝ& રેસ્ટોરન્ટ”માં હુક્કાબાર ચાલે છે જેઓ રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવર ની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર નો ધંધો કરે છે,

જે બાદ ક્રાઇમ બ્રાન્ચ ના કર્મીઓએ સ્થળ પર જઇ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું, ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલ ચેકીંગ માં હુક્કો પીવામાં ઉપયોગ માં લેવાતી હર્બલ ની ટોબેકો ફ્રી અલગ અલગ ફ્લેવર શંકાસ્પદ જણાતા હુક્કો નંગ ૧ તથા અલગ અલગ ફ્લેવર ના ૧૦ નમૂના કબ્જે કરવામાં આવ્યા હતા,આમ કુલ ૧ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાંચે મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *