AyodhyaRammandir : અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને તે પહેલાના તમામ કાર્યક્રમોની બધી જાણકારી સામે આવી છે. 22મીએ બપોરના 12.20 થી 1ની વચ્ચે ગર્ભગૃહમાં મુખ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિ પણ નક્કી થઈ ગઈ છે. કર્ણાટકના મૈસુરના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે.
AyodhyaRammandir : 23 જાન્યુઆરથી બધા માટે મંદિરના દ્વાર ખુલ્લા
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે. ચંપત રાયે કહ્યું કે 23 જાન્યુઆરીથી બધા માટે મંદિર ખુલ્લું રહેશે અને જે કોઈ પણ દર્શન કરવા ઈચ્છુક હશે તેઓ દર્શન કરી શકશે.
AyodhyaRammandir : 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત ન કરી ત્યારે બની રામલલાની મૂર્તિ
ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવી-દેવતાઓની મુર્તિ બનાવી રહ્યો છે તેમણે કેદારનાથમાં લાગેલી શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. રામલલાની મૂર્તિનું વજન 200 કિલો જેટલું છે અને તે 5 વર્ષના બાળક જેવી હશે. તેમણે કહ્યું કે મૂર્તિ ઘડતી વખતે અરુણ યોગી 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી એટલા બધા એકાગ્ર થઈને મૂર્તિ બનાવી હતી. મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને કાળા રંગની છે.
AyodhyaRammandir : પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની બધી જાણકારી
AyodhyaRammandir : ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીના બપોરના 12.20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરુ થશે અનવે 1 વાગ્યે પૂરો થઈ જશે. ત્યાર બાદ પીએમ મોદી અને મોહન ભાગવત પોતાના વિચારો રજૂ કરશે. આખો કાર્યક્રમ લગભગ 65 થી 75 મિનિટનો રહેશે અને 121 આચાર્યો આખો કાર્યક્રમ પૂરો કરાવશે.