આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ( બકાભાઈ) જેઓ વિશ્વ હિન્દુ પરિષદ ના ભવ્ય સમેલન અર્થે શિકાગો પ્રવાસ
રિપોર્ટ : બીના પટેલ
શિકાગો માં વસતા સર્વે પાટીદાર સમાજ ના સભ્યો શ્રી મિતેષભાઈ ને રૂબરૂ મળી શકે તે માટે બાવીસ ગામ પાટીદાર સમાજ શિકાગો દ્વારા શિકાગો ના સર્વે ચરોતર પાટીદાર સમાજ ને એકત્રિત કરવામાં આવ્યો હતો.જેમ પાંચ ગામ પાટીદાર સમાજ ( POSUN) છ ગામ પાટીદાર સમાજ,ચોવીસ ગામ પાટીદાર સમાજ,સત્યાવીસ ગામ પાટીદાર સમાજ,અને ચારસો ઘર ( બોરસદ)પાટીદાર સમાજ ના આગેવાનો એ બધા એકજૂટ થયી ને આણંદ જિલ્લા ના લોક લાડીલા શ્રી બકાભાઇ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મિતેષભાઈ એ હજાર સર્વે સભ્યો ને તેમના સેવાકીય અને સમાજસેવા ના કર્યો નો ટૂંકો પરિચય આપ્યો હતો. તથા સભા માં ઉપસ્થિત સમાજ ના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ના યોગ્ય જવાબ આપ્યા હતા જેના થી સભા માં ઉપસ્થિત સર્વે સભ્યો એ આનંદ અને સંતોષ ની લાગણી અનુભવી હતી. સભા નો અંત માં રાષ્ટ્ર ગીત ગાયા બાદ થયો હતો.