
Amrut Mahotsav : અમદાવાદ : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવનું વૈભવી આયોજન અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ડિસેમ્બરે કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. સમારોહનું મુખ્ય આકર્ષણ સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી શોભિત હોડીઓ પર પ્રદર્શિત થનારા 75 સૂત્ર રહેશે.
Amrut Mahotsav : 75 સદગુણો પરથી પસંદ થયેલા સૂત્ર
BAPSના અક્ષરવત્સલ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે, શાહપુરની આંબલીવાળી પોળમાં 21-05-1950ના રોજ 28 વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગને 2025માં 75 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિરૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રો – શ્રીમદ્ ભાગવત, ભગવદ ગીતા, વચનામૃત, રામચરિતમાનસ, મહાભારત – તેમજ સંત-કવિઓની રચનામાં વર્ણવાયેલા સંતોના ગુણોમાંથી કુલ 75 સૂત્રોની પસંદગી કરીને નદીમાં હોડીઓ પર રજૂ કરવામાં આવશે.
Amrut Mahotsav : મહાનુભાવોની હાજરી
આ પ્રસંગે BAPSના મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. અમદાવાદના હજારો હરિભક્તો અને આમંત્રિત મહેમાનો પણ સમારોહમાં જોડાશે.

Amrut Mahotsav :શાહપુરની આંબલીવાળી પોળ : ઐતિહાસિક યાદોથી સમૃદ્ધ
આંબલીવાળી પોળ BAPS સંસ્થાની અનન્ય યાદો ધરાવે છે. વર્ષ 1907થી 1951 સુધી શાસ્ત્રીજી મહારાજ અહીં આવતાં હતા. વર્ષ 1939માં અહીં જ પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા અપાઈ હતી અને તેઓએ અહીં રહેતા રહેતા ઝોળી માંગી ગુજારું કર્યું હતું.
21-05-1950ના રોજ આ જ પોળના 15×15 ફૂટના ઓરડામાં તેમને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડીને સંસ્થાની ધૂરા સોંપી હતી. પોળના હરિભક્તોએ પોતાના ઘર સંસ્થાને અર્પણ કરીને આખું વિસ્તરણ 50 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નવેસરથી રચાયું હતું. 2022માં તેનો શુભ પ્રારંભ થયો.
Amrut Mahotsav આંબલીવાળી પોળની વિશેષતા
પરંપરાગત વાસ્તુકલા સાથે પુનર્રચના શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીની સ્થાપિત મૂર્તિઓ ધરાવતું સ્મૃતિ મંદિર 100-150 વર્ષ જૂના મોઝેક ટાઇલ્સ જેવા ફ્લોરિંગ શાસ્ત્રીજી મહારાજના જીવન પર આધારિત ફોટો વૉલ 200 ટુ-વ્હીલર પાર્કિંગ અને 500-700 હરિભક્તોને સમાવી શકે એવું પ્રમુખ સ્વામી સભાગૃહ
વર્ષભર ચાલી રહેલા કાર્યક્રમો
ઉત્સવને અનુસંધાને છેલ્લા એક વર્ષથી સત્સંગ સભાઓ, સંસ્કાર કાર્યક્ર્મો, બાળ-યુવા પ્રવૃતિઓ સહિતના અનેક કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. હવે મહોત્સવનો મુખ્ય સમારોહ 7 ડિસેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય રીતે ઉજવાશે.