જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 મી થી 16 ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા ચામર અર્પણ કરવામાં આવશે. તમામ 51 શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે. હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળને 8, 16 અને 32 ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી છે એ ઉપરાંત મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર, કલોલની પ્રજ્ઞાચક્ષુ અને માનસિક શારીરિક વિકલાંગ દીકરીઓ દ્વારા માતાજીની મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.