Air india એર ઈન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન: હજારો પ્રવાસીઓ રઝળ્યા, દિલ્હી એરપોર્ટ પર લાંબી કતારો

Air india એર ઈન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન: હજારો પ્રવાસીઓ રઝળ્યા, દિલ્હી એરપોર્ટ પર લાંબી કતારો

Air india : બુધવારે દેશભરમાં એર ઇન્ડિયાનું સર્વર અચાનક ડાઉન થઈ જતાં હજારો વિમાન પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દેશના અનેક એરપોર્ટ્સ પર એર ઇન્ડિયાની સિસ્ટમ ઠપ થઈ જતાં ખાસ કરીને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર લાંબી-લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં મુસાફરો ચેક-ઇન માટે કલાકો સુધી અટવાયા હતા.

Air india : દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી કે દેશના તમામ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું છે. એરલાઇને પાછળથી જણાવ્યું હતું કે આ સમસ્યા થર્ડ-પાર્ટી કનેક્ટિવિટી નેટવર્ક ઇશ્યુના કારણે થઈ હતી.

મેન્યુઅલ કામગીરી: સર્વર ઠપ થવાના કારણે ચેક-ઇનથી લઈને બોર્ડિંગ પાસ સુધીની આખી પ્રક્રિયા મેન્યુઅલી કરવી પડી હતી, જેના કારણે કામકાજ ખૂબ ધીમું પડી ગયું હતું.

Air india : સિસ્ટમમાં ગરબડના કારણે વિમાનોના ઉપડવામાં મોડું થયું, જેનાથી ઘણી ફ્લાઇટ્સ મોડી પડી. દિલ્હીમાં લગભગ 70 મિનિટ સુધી સિસ્ટમ ડાઉન રહી હોવાના અહેવાલ છે.

Air india : વિલંબના કારણે ઘણા પ્રવાસીઓની કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી ગઈ, જેના કારણે તેમને ભારે મુશ્કેલી પડી અને તેમણે ફરીથી ટિકિટ બૂક કરાવવાની ફરજ પડી. કેટલાક મુસાફરોએ તો સર્વરમાં ગઈકાલથી જ તકલીફ હોવાનો દાવો પણ કર્યો.

એર ઇન્ડિયાએ પછીથી ટ્વિટર (હાલ X) પર જણાવ્યું હતું કે સિસ્ટમ પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ ચાલુ રહી શકે છે. એરલાઇને મુસાફરોને એરપોર્ટ જવા પહેલાં તેમની ફ્લાઇટની સ્થિતિ ચકાસી લેવાની પણ સલાહ આપી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *