Ahmedabad News : ચાર રસ્તા પર કરાઇ રહ્યું છે બોક્સ માર્કિંગ

Ahmedabad News

Ahmedabad News : ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદનાં પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. અન્ય 25 સિગ્નલ પર પણ બોક્સ બનાવવામાં આવશે. જાણો બોક્સ માર્કિંગ એટલે શું ? અને નિયમ તોડવા પર શું થશે?

Ahmedabad News : ગતિશિલ ગુજરાતમાં ટ્રાફિક મેનેજમેન્ટને લઈને એક નવી સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. ચાર રસ્તા પર ટ્રાફિકજામ અટકાવવાનાં હેતુથી ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. આ ચાર રસ્તા પર પીળા રંગથી બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. માત્ર પાંજરાપોળ જ નહીં 25 જેટલા ટ્રાફિક સિગ્નલ પર બોક્સ માર્કિંગ બનાવવામાં આવશે. અમદાવાદ મનપાનો આ નવતર અભિગમ ટ્રાફિકનાં મેનેજમેન્ટ માટે શરૂ કરવામાં આવ્યો છે.

Ahmedabad News : ટ્રાફિકજામ અટકાવવાનો હેતુ

અમદાવાદ જેવા મેગા સિટીમાં ચાર રસ્તા પર સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે. બોક્સ માર્કિંગ એ રોડ ટ્રાફિકને કંટ્રોલ કરતી એક ડિઝાઈન છે. નિયમાનુસાર આ બોક્ષ માર્કિંગમાં વાહન ઊભું નહી રાખી શકાય. ટ્રાફિકની પરસ્થિતિ ન સર્જાય તે માટે ડિઝાઈન દોરેલા વિસ્તારમાં વાહન ઊભું રાખવાની મનાઈ હોય છે. ભારતમાં મુંબઈ અને બેંગલોરમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. જાણો બોક્સ માર્કિંગ એટલે શું ? અને નિયમ તોડવા પર શું થશે?

Ahmedabad News : બોક્સ માર્કિંગ એટલે શું ?

1967ની સાલમાં સૌપ્રથમ વખત આ માર્કિંગ UKનાં લંડનમાં કરવામાં આવી હતી. યેલો બોક્સ જંક્શનનો નિયમ હોય છે કે જેટલા ભાગમાં પીળા રંગથી આ બોક્સ દોરવામાં આવ્યાં છે તેટલા એરિયામાં તમે વાહન ઊભું રાખી શકશો નહીં. તમે યેલો બોક્સમાં ત્યારે જ ઊભા રહી શકશો જ્યારે તમારે જમણી તરફ જવું છે અથવા તો સામે તરફથી કોઈ વાહન આવી રહ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી વાહન ચલાવનારે ભરવી પડશે. બેંગલોરમાં આ નિયમ તોડવા બદલ 500-700 રૂપિયા પેનલ્ટી ચાર્જ કરવામાં આવે છે.

Ahmedabad News : કઈ રીતે યેલો બોક્સનો ઉપયોગ કરશો?

જ્યારે પણ સિગ્નલ ચાલુ હોય અથવા તો તમારે વ્હિકલ ઊભું રાખવું હોય તો તમે આ માર્કિંગની બહાર ઊભા રહી શકો છો. પરંતુ જ્યારે તમારું વાહન આ યેલો માર્કિંગની અંદર છે ત્યારે તમારે વાહન ઊભું રાખવાની પરવાનગી મળતી નથી. ટૂંકમાં આ પીળા બોક્સની અંદર તમે વાહન પાર્ક નહીં કરી શકો.

બોક્સ માર્કિંગ એટલે શું ?

Ahmedabad News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *