Ahmedabad news : સાબરમતી રિવરફ્રન્ટની ઘટના બોટિંગ કરતી યુવતીની બોટ પલટી

Ahmedabad news : અમદાવાદની સાબરમતી નદીમાં બોટિંગ કરતી વખતે બોટ પલટી મારી જતાં યુવતી પાણીમાં ખાબકી, રેસ્ક્યુ ટીમે ગણતરીની મિનિટોમાં જ યુવતીની નજીક પહોંચીને તેને બચાવી લીધી

Ahmedabad news : અમદાવાદની સાબરમતી નદીમાં આજે દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં બોટિંગ કરતી યુવતીએ અચાનક બેલેન્સ ગુમાવતા યુવતીની બોટ પલટી મારી ગઈ હતી. જેથી બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં ખાબકી હતી. જોકે, રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીને હેમખેમ બચાવી લીધી હતી.

અચાનક બોટ પલટી મારતા નદીમાં ખાબકી યુવતી

Ahmedabad news : મળતી માહિતી અનુસાર, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં એક યુવતી કાયાકિંગની મજા માણી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર યુવતીનું બેલેન્સ બગડતા બોટ પલટી મારી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર યુવતી સાબરમતી નદીના પાણીમાં પડી ગઈ હતી. જે બાદ યુવતી ‘બચાવો, બચાવો’ની ચીસો પાડી રહી હતી.

રેસ્ક્યુ ટીમે બચાવ્યો જીવ

Ahmedabad news : આ અંગેની જાણ થતાંની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવતીને બચાવવાની તજવીજ હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમે ગણતરીની મિનિટોમાં જ યુવતીને બચાવી લીધી હતી અને યુવતીને હેમખેમ નદીમાંથી બહાર કાઢી હતી.

Ahmedabad news : Sabarmati riverfront incident, boating girl’s boat overturned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *