જેલ તંત્રના પડકારોને પહોંચી વળવા, જેલોના વહીવટને વધુ પારદર્શક સારો બનાવવાના પ્રયત્નો અંગે વિચાર વિમર્શ કરાશે ઉપરોક્ત વાત જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવે કહી હતી.
૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨’માં અમદાવદામાં આયોજિત થનારી વિવિધ સ્પર્ધાઓ અંગેની માહિતી આપતા તેમણે આ વાત કહી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અવસરે દેશના વિવિધ રાજ્યોના જેલ વિભાગ કરવામાં આવતી કેદી કલ્યાણ અને પુન:સ્થાપન પ્રવૃત્તિઓ થકી કેદીઓની જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે અને આજીવિકા કમાવા માટે રોજગાર મેળવી શકે તેવા પ્રસંગોને ગતિ આપવા અને હાલ આધુનિક સમયના જેલ તંત્રના પડકારોને પહોંચી વળવા તેમજ જેલોના વહીવટને વધુ પારદર્શક અને સારો બનાવવાના પ્રયત્નો અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે.
ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨’માં આયોજિત થશે આ સ્પર્ધા :
‘૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨’માં આયોજિત થનારી વિવિધ સ્પર્ધાઓ અંગેની વધુ વિગતો આપતા જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ હતુ કે, આ મીટમાં કુલ ૧૮ પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન, પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગેમ્સમાં વોલિબોલ, કબડ્ડી તેમજ ૧૦૦ મીટર મેન એન્ડ વિમેન, ૪૦૦ મીટર મેન એન્ડ વિમેન, લોંગ જમ્પ મેન એન્ડ વુમેન, હાઇ જમ્પ મેન એન્ડ વિમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ રમતોની સાથે સાથે જેલ સંબંધિત બાબતોની પણ સ્પર્ધાઓ યોજાવાની છે.
૬ સપ્ટેમ્બરે સમાપન સમારોહ :
૬ સપ્ટેમ્બરે સમાપન સમારોહના દિવસે વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લઈ રહેલા રાજ્યના અધિકારી અને કર્મચારી ખેલાડીઓ તથા તેઓની ટીમ દ્વારા વિવિધ રમતોમાં થયેલ વિજેતાઓને રાજ્યપાલ આચાર્ય દેવ્રતના હસ્તે ટ્રોફીનું વિતરણ કરવામાં આવશે. સમાપન સમારંભમાં રાજ્યપાલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈની પણ પ્રોત્સાહન ઉપસ્થિતિ રહેશે.
ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ હતુ કે, આ પ્રકારની ડ્યુટી મીટોનું આયોજન કરવાનો મુખ્ય હેતુ તેમાં ભાગ લેતા વિવિધ રાજ્યોના જેલ વિભાગો તથા રાજ્યની જેલોના અધિકારી – કર્મચારીઓમાં સહકાર અને ખેલદિલીની ભાવના તેમજ નવી ઊર્જા ઉત્પન્ન કરવા તેમજ તેઓના વિચારોના આદાન-પ્રદાન કરવા માટેનો એક રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે.
વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યનો ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બનશે.
આ 6ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ -૨૦૨૨ બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ(BPR&D)ના સહયોગથી યોજાઇ રહી છે.